________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[ મોક્ષશાસ્ત્ર have not to be taken on trust. They must be tested and tried by every one him-self. This Sutra lays down the mode in which it can be done. It refers the inquirer to the first laws of thought and to the universal principles of all reasoning, that is to logic under the names of PRAMAN and NAYA." (English Tatvarth Sutram page-15)
અર્થ- સમ્યગ્દર્શન તે આંધળી શ્રદ્ધા સાથે એકરૂપ નથી, તેનો અધિકાર આત્માની બહાર કે સ્વચ્છેદી નથી; તે યુક્તિપૂર્વકના જ્ઞાન સહિત હોય છે, તેનો પ્રકાર (વસ્તુના દર્શન ) દેખવા સમાન છે. જ્યાં સુધી (સ્વસ્વરૂપની) શંકા છે ત્યાં સુધી સાચી માન્યતા નથી. તે શંકાને દબાવવી ન જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ. (કોઈને) ભરોસે વસ્તુ ગ્રહણ કરવાની નથી. દરેકે પોતે પોતાથી તેની પરીક્ષા કરી તેને માટે યત્ન કરવો જોઈએ. તે ક્યા પ્રકારે થઈ શકે છે તે આ સૂત્ર બતાવે છે. વિચારણાના પ્રાથમિક નિયમો તથા તમામ યુક્તિઓને લગતા વિશ્વના સિદ્ધાંતોને પ્રમાણ અને નયનું નામ આપી તેનો આશ્રય લેવા સત્યના શોધકને આ સૂત્ર સૂચવે છે.
(ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્ર પાનું-૧૫ ) (૩) યુક્તિ
પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે. સલ્ફાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલા તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે અહીં યુક્તિ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું છે.
(૪) અનેકાન્ત-એકાંત
જૈનશાસ્ત્રોમાં અનેકાન્ત અને એકાંત એ શબ્દો ખૂબ વાપરવામાં આવે છે; તેથી તેનું ટૂંક સ્વરૂપ અહીં જણાવવામાં આવે છે.
અનેકાન્ત = (અનેક+અંત) અનેક ધર્મો એકાંત = (એક+અંત) એક ધર્મ
અનેકાન્ત અને એકાંત એ બન્નેના બબ્બે ભેદો છે; અનેકાન્તના બે ભેદો (૧) સમ્યક અનેકાન્ત, અને (૨) મિથ્યા અનેકાન્ત; તથા એકાંતના બે ભેદો (૧) સમ્યક એકાંત, અને (૨) મિથ્યા એકાંત; સમ્યક અનેકાન્ત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાન્ત તે પ્રમાણાભાસ છે. સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ છે.
(૫) સમ્યક અને મિથ્યા અને કાન્તનું સ્વરૂપ પ્રત્યક્ષ, અનુમાન તથા આગમપ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com