________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૨૮ ]
[ મોક્ષશાસ્ત્ર
અર્થ:- નિજ શુદ્ધાત્માની અભેદરૂપથી શ્રદ્ધા કરવી, અભેદરૂપથી જ જ્ઞાન કરવું તથા અભેદરૂપથી જ તેમાં લીન થવું-એ પ્રકારે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તે નિશ્ચયમોક્ષમાર્ગ છે.
વ્યવહા૨મોક્ષમાર્ગનું સ્વરૂપ
श्रद्धानाधिगमोपेक्षा याः पुनः स्युः परात्माना।
सम्यकत्वज्ञानवृत्तात्मा स मार्गो व्यवहारतः।। ४।।
અર્થ:- આત્મામાં જે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન તથા સમ્યચારિત્ર ભેદની મુખ્યતાથી પ્રગટ થઈ રહ્યાં છે તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયને વ્યવહારમાર્ગ સમજવો જોઈએ.
વ્યવહા૨ી મુનિનું સ્વરૂપ
श्रद्धानः परद्रव्यं बुध्यमानस्तदेव हि । तदेवोपेक्षमाणश्च व्यवहारी स्मृतो मुनिः ।। ५ ।।
અર્થ:- જે પરદ્રવ્યની (–સાતે તત્ત્વોની, ભેદરૂપે) શ્રદ્ધા કરે છે, તેવી જ રીતે ભેદરૂપ જાણે છે અને તેવી જ રીતે ભેદરૂપે ઉપેક્ષા કરે છે તે મુનિને વ્યવહારી કહેવાય છે.
નિશ્ચયી મુનિનું સ્વરૂપ
स्वद्रव्यं श्रद्धानस्तु बुध्यमानस्तदेव हि।
तदेवोपेक्षमाणश्च निश्चयान्मुनिसत्तमः।। ६।।
અર્થ:- જે સ્વદ્રવ્યને જ શ્રદ્ધામય તથા જ્ઞાનમય બનાવી લે છે અને જેને આત્માની પ્રવૃત્તિ ઉપેક્ષારૂપ જ થઈ જાય છે એવા શ્રેષ્ઠ મુનિ નિશ્ચયરત્નત્રયયુક્ત છે. નિશ્ચયીનું અભેદસમર્થન
आत्मा ज्ञातृतया ज्ञानं सम्यक्वं चरितं हि सः ।
स्वस्थो दर्शनचारित्रमोहाभ्यामनुपप्लुतः।। ७।।
અર્થ:- જે જાણે છે તે આત્મા છે, જ્ઞાન જાણે છે તેથી જ્ઞાન જ આત્મા છે; એવી જ રીતે જ સભ્યશ્રદ્ધા કરે છે તે આત્મા છે. શ્રદ્ધા કરનાર સમ્યગ્દર્શન છે તેથી તે જ આત્મા છે. જે ઉપેક્ષિત થાય છે તે આત્મા છે. ઉપેક્ષા ગુણ ઉપેક્ષિત થાય તેથી તે જ આત્મા છે અથવા આત્મા જ તે છે. આ અભેદરત્નત્રયસ્વરૂપ છે. આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com