________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૨૪ ]
[ મોક્ષશાસ્ત્ર ૮. સિદ્ધોનું લોકાચથી સ્થાનાંતર થતું નથી પ્રશ્ન- આત્મા મુક્ત થતાં પણ સ્થાનવાળો હોય છે. જેને સ્થાન હોય તે એક સ્થાનમાં જ સ્થિર ન રહે પણ નીચે જાય અથવા તો વિચલિત થતો રહે છે, તેથી મુક્ત આત્મા પણ ઊર્ધ્વલોકમાં જ સ્થિર ન રહેતાં, નીચે જાય અથવા તો એક સ્થાનથી બીજે સ્થાને જાય-એમ શા માટે નથી બનતું?
ઉત્તર:- પદાર્થમાં સ્થાનાંતર થવાનું કારણ સ્થાન નથી, પરંતુ સ્થાનાંતરનું કારણ તો તેની ક્રિયાવતીશક્તિ છે. જેમ નાવમાં જ્યારે પાણી આવીને ભરાય છે ત્યારે તે ડગમગ થાય છે અને નીચે ડુબી જાય છે, તેમ આત્મામાં પણ જ્યારે કર્માસ્રવ થતો રહે છે ત્યારે તે સંસારમાં ડુબે છે અને સ્થાનો બદલતો રહે છે. પણ મુક્ત અવસ્થામાં તો જીવ કર્માન્સવથી રહિત થઈ જાય છે, તેથી ઊર્ધ્વગમન સ્વભાવને કારણે લોકગ્રે સ્થિત થયા પછી સ્થાનાંતર થવાનું કાંઈ કારણ રહેતું નથી.
જ સ્થાનાંતરનું કારણ સ્થાનને માનીએ તો, એવો કોઈ પદાર્થ નથી કે જે સ્થાનવાળો ન હોય; કેમકે જેટલા પદાર્થો છે તે બધાય કોઈક ને કોઈક સ્થાનમાં રહેલા છે અને તેથી તે બધાય પદાર્થોનું સ્થાનાંતર થવું જોઈએ. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ આદિ સ્થાનાંતર રહિત દ્રવ્યો દેખાવાથી તે હેતુ મિથ્યા ઠરે છે. માટે સિદ્ધ થયું કે –સંસારી જીવોને પોતાની ક્રિયાવતીશક્તિના પરિણમનની તે વખતની લાયકાત તે ક્ષેત્રોતરનું મૂળ કારણ છે અને કર્મનો ઉદય તે માત્ર નિમિત્તકારણ છે. મુક્તાત્મા કર્માસવથી સર્વથા રહિત હોવાથી તેઓ પોતાના સ્થાનથી વિચલિત થતા નથી (જાઓ, તત્ત્વાર્થસાર પા. ૩૯૭). વળી તત્ત્વાર્થસાર અ. ૮ ની ગાથા ૧૨ માં જણાવ્યું છે કે-ગુરુત્વના અભાવને લીધે મુક્તાત્માનું નીચે પતન થતું નથી.
૯. જીવની મુક્તદશા મનુષ્યપર્યાયથી જ થાય છે અને મનુષ્યો અઢી દ્વીપમાં જ હોય છે; તથા સિદ્ધશિલા પણ બરાબર અઢી દ્વીપસમાન વિસ્તારની (૪૫ લાખ યોજનની) અઢી દ્વીપની ઉપર છે. તેથી મુક્ત થનાર જીવ મોડા વળાંક ) વગર સીધા ઊર્ધ્વગતિથી લોકાંતે જાય છે. તેમાં તેને એક જ સમય લાગે છે.
૧૦ અધિક જીવો થોડા ક્ષેત્રમાં રહે છે પ્રશ્ન:- સિદ્ધ ક્ષેત્રના પ્રદેશો તો અસંખ્યાત છે અને મુક્ત જીવો તો અનંત છે; તો અસંખ્યાત પ્રદેશમાં અનંત જીવો કઈ રીતે રહી શકે ?
ઉત્તર- સિદ્ધ જીવોને શરીર નથી અને જીવ સૂક્ષ્મ (અરૂપી) છે, તેથી એક જગ્યાએ અનંત જીવો સાથે રહી શકે છે. જેમ એક જ જગ્યાએ અનેક દીપકોનો પ્રકાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com