________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૮ ].
[ મોક્ષશાસ્ત્ર ૪. ક્ષપક તથા ઉપશમક જીવોને ચારે મનોયોગ કઈ રીતે છે
શંકા-ક્ષપક (ક્ષપકશ્રેણીવાળા) અને ઉપશમક (–ઉપશમશ્રેણીવાળા) જીવોને સત્યમનોયોગ અને અનુભવમનોયોગનો સદ્દભાવ ભલે હો, પણ બાકીનાં બેઅસત્યમનોયોગ અને ઉભયમનોયોગનો સદ્દભાવ શી રીતે છે? કેમ કે તે બન્નેમાં રહેવાવાળો અપ્રમાદ તે અસત્ય અને ઉભયમનોયોગના કારણભૂત પ્રમાદનો વિરોધી છે અર્થાત્ ક્ષપક અને ઉપશમક પ્રમાદરહિત હોય છે, માટે તેને અસત્યમનોયોગ અને ઉભયમનોયોગ કઈ રીતે હોય?
સમાધાનઃ- આવરણ કર્મયુક્ત જીવોને વિપર્યય અને અનધ્યવસાયરૂપ અજ્ઞાનના કારણભૂત મનનો સભાન માનવામાં અને તેથી અસત્ય તથા ઉભયમનોયોગ માનવામાં કાંઈ વિરોધ નથી, પરંતુ તે કારણે ક્ષપક અને ઉપશમક જીવો પ્રમત્ત માની શકાય નહિ, કેમ કે પ્રમાદ મોહનો પર્યાય છે.
(શ્રી ધવલા પુ. ૧, પા. ૨૮૫-૨૮૬) નોંધઃ- સમનસ્ક (–મનસહિત) જીવોને જ્ઞાનની ઉત્પત્તિ મનોયોગથી થાય છે-એમ માનવામાં દોષ છે. કેમ કે એમ માનવામાં કેવળજ્ઞાનથી વ્યભિચાર આવે છે પણ સમનસ્ક જીવોને ક્ષાયોપથમિકશાન થાય છે તેમાં મનોયોગ નિમિત્ત છે-એ વાત સાચી છે. બધાં વચનો થવામાં મન નિમિત્ત છે એમ માનવામાં દોષ છે, કેમ કે એમ માનવાથી કેવળીભગવાનને મન નિમિત્ત નથી તેથી તેમને વચનનો અભાવ થશે.
(શ્રી ધવલા પુ. ૧. પા. ૨૮૭-૨૮૮) ૫. ક્ષપક અને ઉપશમક જીવોના વચનયોગ સંબંધી શંકા:- જેમને કષાય ક્ષીણ થઈ ગયા છે તે જીવોને અસત્યવચનયોગ કેમ હોઈ શકે ?
સમાધાનઃ- અસત્યવચનનું કારણ અજ્ઞાન છે, તે બારમા ગુણસ્થાન સુધી હોય છે, તે અપેક્ષાએ અસત્યવચનનો સદ્દભાવ બારમાં ગુણસ્થાન સુધી હોય છે; અને તેથી ઉભયસંયોગજ સત્યમૃષાવચન પણ બારમા ગુણસ્થાન સુધી હોય છે, તેમાં કાંઈ વિરોધ નથી.
શંકા- વચનગુપ્તિનું પૂરી રીતે પાલન કરનારા કપાયરહિત જીવોને વચનયોગ કેમ સંભવે? સમાધાનઃ- કપાયરહિત જીવોમાં અન્તર્જલ્પ હોવામાં કાંઈ વિરોધ નથી.
(શ્રી ધવલા પુ. ૧ પા. ૨૮૦). ૪૦ાા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com