________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પપ૮]
[ મોક્ષશાસ્ત્ર ૧૦. મૃત્યુ, ૧૧. પરસેવો, ૧૨. ખેદ, ૧૩. મદ, ૧૪. રતિ, ૧૫. આશ્ચર્ય, ૧૬. નિદ્રા, ૧૭. જન્મ, ૧૮. આકુળતા.
આ કથન નિશ્ચયનયનું છે અર્થાત્ તે યથાર્થ સ્વરૂપ છે. ૪. કેવળી ભગવાનને આહાર ન હોય તે સંબંધી કેટલાક ખુલાસા
(૧) આ સૂત્રમાં કહેલા પરિષહોની વેદના ભગવાનને ખરેખર થાય છે એમ માનવામાં આવે તો ઘણા દોષો આવે છે. જો સુધાદિક દોષ હોય તો આકુળતા થાય, અને આકુળતા હોય તો પછી ભગવાનને અનંત સુખ કેમ બને? અહીં જો કોઈ એમ કહે કે, શરીરમાં ભૂખ લાગે છે, તેથી આહાર લે છે પણ આત્મા તતૂપ થતો નથી. તો તેનો ખુલાસો એમ છે કે, જો આત્મા તતૂપ થતો નથી તો સુધાદિક મટવાના ઉપાયરૂપ આહારાદિનું ગ્રહણ કર્યું એમ શા માટે કહો છો? જો સુધાકિ વડે પીડિત થાય તો જ આહાર ગ્રહણ કરે. વળી જો એમ માનવામાં આવે કે-જેમ કર્મોદયથી વિહાર થાય છે તેમ આહાર ગ્રહણ પણ થાય છે, તો તે પણ બરાબર નથી, કેમ કે વિહાર તો વિહાયોગતિ નામના નામકર્મના ઉદયથી થાય છે, તથા તે પીડાનું કારણ નથી અને ઇચ્છા વિના પણ કોઈ જીવને થતો જોવામાં આવે છે; પરંતુ આહાર ગ્રહણ તો પ્રકૃતિના ઉદયથી નથી પણ સુધા વડે પીડિત થાય ત્યારે જ જીવ તે ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરવાનો ભાવ કરે ત્યારે જ આહારનું ગળી જવું થાય છે, માટે વિહારવત આહાર સંભવતો નથી. અર્થાત્ કેવળી ભગવાનને વિહાર તો સંભવે છે પણ આહાર સંભવતો નથી.
(૨) જો એમ કહેવામાં આવે કે-કેવળી ભગવાનને સાતવેદનીય કર્મના ઉદયથી આહારનું ગ્રહણ થાય છે તો એમ પણ બનતું નથી, કારણ કે જીવ સુધાદિ વડ પીડિત હોય અને આહારાદિક ગ્રહણથી સુખ માને તેને આહારાદિ સાતાના ઉદયથી થયા કહી શકાય, સાતાવેદનીયના ઉદયથી આહારાદિનું ગ્રહણ સ્વયં તો થતું નથી, કેમ કે જો તેમ હોય તો દેવોને તો સાતાવેદનીયનો મુખ્ય ઉદય વર્તે છે છતાં તેઓ નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિ કરે છે, તેમને સાતાનો ઉદય પણ હોય છે છતાં આહારનું ગ્રહણ નથી અને નિરંતર ભોજન કરવાવાળાને પણ અસાતાનો ઉદય સંભવે છે. માટે કેવળી ભગવાનને ઇચ્છા વગર પણ જેમ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે તેમ ઇચ્છા વગર કેવળ સાતવેદનીયકર્મના ઉદયથી જ આહારગ્રહણ સંભવતું નથી.
(૩) વળી કોઈ એમ કહે કે સિદ્ધાંતમાં કેવળીને સુધાદિક અગીયાર પરિષહ કહ્યા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com