________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧૧ ]
| [ ૫૫૭ ૨. પ્રશ્ન- મોહકર્મના ઉદયની સહાયતાના અભાવે ભગવાનને ક્ષુધા વગેરેની વેદના નથી, છતાં અહીં તે પરિષહ કેમ કહ્યા છે?
ઉત્તરઃ- ભગવાનને સુધાદિ વેદના નથી એ તો ખરું છે, પણ મોહકર્મજનિત વેદના ન હોવા છતાં દ્રવ્યકર્મનું વિધમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી પરિષહુ કહેવામાં આવ્યા છે. જેમ સમસ્ત જ્ઞાનાવરણ નષ્ટ થવાથી યુગપત્ સમસ્ત વસ્તુઓને જાણવાવાળા કેવળજ્ઞાનના પ્રભાવથી તેમને ચિંતા નિરોધરૂપ ધ્યાનનો અસંભવ હોવા છતાં, ધ્યાનનું ફળ જે શેષ કર્મોની નિર્જરા તેનું વિધમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી ધ્યાન જણાવ્યું છે, તેમ ત્યાં આ પરિષહો પણ ઉપચારથી જણાવ્યા છે.
૨. પ્રશ્ન:- આ સૂત્રમાં ન વિભાગ કઈ રીતે લાગુ પડે છે?
ઉત્તરઃ- તેરમા ગુણસ્થાને અગીયાર પરિષહુ કહેવા તે વ્યવહારનય છે. વ્યવહારનયનો અર્થ કરવાની રીત એ છે કે ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે.” નિશ્ચય નયે કેવળી ભગવાનને તેરમાં ગુણસ્થાને પરિષહ હોતા નથી.
પ્રશ્ન:- વ્યવહારનયનું દષ્ટાંત શું છે અને તે અહીં કઈ રીતે લાગુ પડે છે?
ઉત્તર:- “ઘીનો ઘડો’ એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી” (જુઓ, શ્રી સમયસાર, ગાથા ૬૭ તથા કળશ ૪૦. પા. ૯૬-૯૭); તેમ “જિનને અગીયાર પરિષહો છે” એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે “જિન અનંત પુરુષાર્થમય છે, પરિષહના દુઃખમય નથી;” નિમિત્તરૂપ પદ્રવ્યની હાજરીનું જ્ઞાન કરાવવા માટે “પરિષહું છે” એમ કથન કર્યું છે પરંતુ વીતરાગને દુઃખ કે વેદના છે એમ તે કથનથી સમજવું નહિ. જો વીતરાગને દુઃખ કે વેદના છે એવો તે કથનનો અર્થ માનવામાં આવે તો, વ્યવહારનયના કથનનો અર્થ નિશ્ચયનયના કથન મુજબ જ કર્યો, અને તેનો અર્થ કરવો તે મહાન ભ્રમણા છેઅજ્ઞાન છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ પા. ૩૯૨ થી ૩૯૫)
પ્રશ્ન:- આ શાસ્ત્રમાં, આ સૂત્રમાં “જિનને અગીઆર પરિષહ છે” એવું કથન કર્યું તે વ્યવહારનયનું કથન નિમિત્ત બતાવવા માટે છે-એમ કહ્યું, તો આ સંબંધી નિશ્ચયનયનું કથન કયા શાસ્ત્રમાં છે?
ઉત્તર:- શ્રી નિયમસાર ગાથા ૬. પા. ૯ માં કહ્યું છે કે વીતરાગ ભગવાન તેરમાં ગુણસ્થાને હોય ત્યારે તેમને અઢાર મહાદોષો હોતા નથી. તે દોષો આ પ્રમાણે છે- ૧. સુધા, ૨. તૃષા, ૩. ભય, ૪. ક્રોધ, ૫. રાગ, ૬, મોહ, ૭. ચિંતા, ૮. જરા, ૯. રોગ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com