________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
| [ મોક્ષશાસ્ત્ર આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું હોવાથી તેનું નામ “તત્વાર્થસૂત્ર” પણ આપવામાં આવ્યું છે.
(૩) વસ્તુના સાચા સ્વરૂપ સંબંધી જીવને જો ખોટી માન્યતા (Wrong Belief) ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતા સાચા વર્તન દ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે એ સિદ્ધાંત આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) “પોતે કોણ છે' તે સંબંધી જગતના જીવોની મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું સ્વરૂપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ સતત પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થો તરફથી અગવડ મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતાથી જીવને આકુળતા રહ્યા જ કરે છે.
(૫) જીવની આ મહાન ભૂલને શાસ્ત્રમાં “મિથ્યાદર્શન' કહેવામાં આવે છે; જ્યાં મિથ્યા માન્યતા હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ; તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભૂલને મહાપાપ પણ કહેવામાં આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ દુઃખનું મહા બળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષ નહિ હોવાથી તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળી જીવો અવિનાશી સુખ તરફ પગલાં માંડે તે હેતુથી આચાર્ય ભગવાને આ શાસ્ત્રમાં પહેલો જ શબ્દ “સમ્યગ્દર્શન ” વાપર્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ તે જ સમયે જ્ઞાન સારું થાય છે તેથી બીજો શબ્દ “સમ્યજ્ઞાન” વાપર્યો છે; અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ સમ્યક્રચારિત્ર હોઈ શકે તેથી “સમ્યક્રચારિત્ર' એ શબ્દ ત્રીજો મૂક્યો છે. એ પ્રમાણે ત્રણ શબ્દો વાપરતાં “સાચું સુખ મેળવવાના રસ્તા ત્રણ છે' એમ જીવો ન માની બેસે માટે એ ત્રણેની એકતા એ જ મોક્ષમાર્ગ છે એમ પહેલા જ સૂત્રમાં જણાવી દીધું છે.
(૬) જીવને સાચું સુખ જોઈતું હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ; જગતમાં કયા કયા પદાર્થો છે, તેનું સ્વરૂપ શું છે, તેનાં કાર્યક્ષેત્ર શું છે, જીવ શું છે, જીવ કેમ દુઃખી થાય છે–તેની યથાર્થ સમજણ હોય તો જ સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી સાત તત્ત્વો દ્વારા આચાર્ય ભગવાને વસ્તુસ્વરૂપ દસ અધ્યાયોમાં જણાવ્યું છે.
(૭) આ શાસ્ત્રના દસ અધ્યાયોમાં નીચેના વિષયો લેવામાં આવ્યા છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com