________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ર ]
[ મોક્ષશાસ્ત્ર એત્વ, અન્યત્વ, [શુવિ કીન્નવ સંવર નિર્નર ] અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, [ તો વોધિતુર્તમ ધર્મ ] લોક, બોધિદુર્લભ અને ધર્મ [ સ્વાધ્યાતQાનુચિત નુપ્રેક્ષા: ] - એ બારના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે.
ટીકા
૧. અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી-હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા છે એમ કેટલાક માને છે, પણ તે યથાર્થ નથી; એ તો, જેમ પહેલાં કોઈ મિત્ર હોત ત્યારે તેનો પ્રત્યે રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ ઉદાસીન થયો તે પહેલાં શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યપણું વગેરે અવગુણ દેખીને ઉદાસીન થયો, તેની એ ઉદાસીનતા દ્વષરૂપ છે, તે સાચી અનુપ્રેક્ષા નથી.
પ્રશ્ન- તો સાચી અનુપ્રેક્ષાનું સ્વરૂપ શું છે?
ઉત્તર- જેવો પોતાનો અને શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખીને ભ્રમ છોડવો અને તે શરીરાદિકને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વષ ના કરવો; આવી સાચી ઉદાસીનતા અર્થે અનિત્યત્વ વગેરેનું યથાર્થ ચિંતવન કરવું તે જ સાચી અનુપ્રેક્ષા છે. તેમાં જેટલી વીતરાગતા વધે છે તેટલો સંવર છે અને જે રાગ રહે છે તે બંધનું કારણ છે. આ અનુપ્રેક્ષા સમ્યગ્દષ્ટિને જ હોય છે કેમ કે અહીં સમ્યક્રઅનુપ્રેક્ષા જણાવી છે. અનુપ્રેક્ષાનો અર્થ (અનુપ્રેક્ષા) આત્માને અનુસરીને તેને જોવો એમ થાય છે.
૨. જેમ અગ્નિથી તપાવવામાં આવતાં લોઢાનો પિંડ તન્મય (–અગ્નિમય) થઈ જાય છે, તેમ જ્યારે આત્મા ક્ષમાદિકમાં તન્મય થઈ જાય છે ત્યારે ક્રોધાદિક ઉત્પન્ન થતા નથી. તે સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અનિત્ય વગેરે બાર ભાવનાઓનું વારંવાર ચિંતવન કરવાની જરૂરીયાત છે. તે બાર ભાવનાઓ આચાર્યદવે આ સૂત્રમાં જણાવી છે.
૩. બારભાવનાનું સ્વરૂપ (૧) અનિત્ય અનુપ્રેક્ષા- સંવરના દશ્યમાન, સંયોગી એવા શરીરાદિ સમસ્ત પદાર્થો ઇન્દ્રધનુષ, વીજળી અથવા પરપોટા સમાન શીધ્ર નાશ થઈ જાય તેવા છે; એવો વિચાર કરવો તે અનિત્ય અનુપ્રેક્ષા છે.
શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ દેવ, અસુર, અને મનુષ્યના વૈભવાદિથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com