________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૬ ]
[ ૫૪૧ શુભપરિણામ રાખે અને તેને વીતરાગની આજ્ઞા માને તે પણ સાચી ક્ષમા નથી; કારણ કે તે પરાધીન ક્ષમા છે, તે ધર્મ નથી.
(૫) “સાચી ક્ષમા” અર્થાત્ “ઉત્તમ ક્ષમા' નું સ્વરૂપ એ છે કે, આત્મા અવિનાશી, અબંધ, નિર્મળ જ્ઞાયક જ છે, મારી વર્તમાન દશામાં ભૂલને કારણે શુભાશુભ ભાવ થાય છે તેનું કર્તાપણું છોડી શુદ્ધન દ્વારા પોતે જેવો છે તેવો પોતાને જાણીને, માનીને તેમાં ઠરવું તે વીતરાગની આજ્ઞા છે અને તે ધર્મ છે. આ પાંચમી ક્ષમાં તે ક્રોધમાં નહિ નમવું, ક્રોધનો પણ જ્ઞાતા એવો સહજ અકષાય ક્ષમાસ્વરૂપ છે. નિજસ્વભાવમાં, શુદ્ધસ્વરૂપમાં રહેવું તે ઉત્તમ ક્ષમા છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે” એમ કહેવાય છે ત્યાં આ જ ક્ષમા સમજવી. પદાર્થ ઇષ્ટાનિષ્ટ ભાસતાં કોધાદિ થાય છે જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે જ્ઞાતાસ્વભાવમાં ધૈર્ય-સાવધાન રહેવાથી સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે.
નોંધ:- અહીં જેમ ક્ષમાના પાંચ પ્રકાર જણાવ્યા તથા તેમાં પાંચમા પ્રકારને ઉત્તમક્ષમાધર્મ જણાવ્યો, તે જ પ્રમાણે માર્દવ, આર્જવાદિ સર્વ બોલોમાં એ પાંચ પ્રકાર સમજવા અને તે દરેકમાં પાંચમો પ્રકાર ધર્મ છે એમ સમજવું.
૬. ક્ષમાના શુભ વિકલ્પનો હું કર્તા નથી એમ સમજીને રાગ-દ્વેષથી છૂટી સ્વરૂપની સાવધાની કરવી તે સ્વની ક્ષમા છે. “ક્ષમા કરવી, સરળતા રાખવી ” એમ નિમિત્તની ભાષામાં બોલાય તથા લખાય, પણ તેનો અર્થ એમ સમજવો કે-શુભ કે શુદ્ધપરિણામ કરવાના વિકલ્પ કરવા તે પણ નિત્ય સહજ સ્વભાવનો ક્ષમાગુણ નથી. હું સરળતા રાખું, ક્ષમા કરું” –એમ ભંગરૂપ વિકલ્પ તે રાગ છે, તે નિત્ય જ્ઞાયકતત્ત્વને ગુણ કરતો નથી; કેમ કે તે પુણ્ય પરિણામ પણ બંધભાવ છે; તેનાથી અબંધ અરાગી તત્ત્વને ગુણ થાય નહિ. / ૬ાા
બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાંથી પહેલા ત્રણ કારણોનું વર્ણન પૂરું થયું. હવે ચોથું કારણ બાર અનુપ્રેક્ષા છે. તેનું વર્ણન કરે છે.
બાર અનુપ્રેક્ષા अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्त्रवसंवरनिर्जरालोकबोधि
दुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिंतनमनुप्रेक्षाः।।७।। અર્થ:- [ નિત્ય શરણ સંસાર પુત્વ અન્યત્વ] અનિત્ય, અશરણ, સંસાર,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com