________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર પદ્રવ્યનું પરિણમન આત્માને આધીન નથી તેથી તેના પરિણમનથી આત્માને લાભ કે નુકશાન નથી. જીવને પોતાના પરિણામથી જ લાભ કે નુકશાન થાય છે.
૬. અ. ૮. સૂ. ૨૩ માં પણ નિર્જરા સંબંધી વર્ણન હોવાથી તે સૂત્રની ટીકા અહીં પણ વાંચવી. તપના બાર ભેદ કહ્યા છે તે સંબંધી વિશેષ ખુલાસો આ અધ્યાયના સૂત્ર. ૧૯-૨૦ માં કરવામાં આવ્યો છે માટે ત્યાંથી જોઈ લેવો. ૩ાા
ગુમિનું લક્ષણ અને ભેદ
सम्यग्योगनिग्रहोगुप्तिः।।४।। અર્થ -[ સચવ યોનિપ્રો] સમ્યક પ્રકારે યોગનો નિગ્રહ તે [ ગુણિ ] ગુમિ છે.
ટીકા
૧. આ સૂત્રમાં સમ્યક શબ્દ ઘણો ઉપયોગી છે; તે એમ સૂચવે છે કે સમ્યગ્દર્શનપૂર્વક જ ગુતિ હોય છે; અજ્ઞાનીને ગુતિ હોતી નથી. તથા જેને ગુતિ હોય તે જીવને વિષયસુખની અભિલાષા હોતી નથી એમ પણ “સમ્યક’ શબ્દ બતાવે છે. જો જીવને સંકલેશતા (આકુળતા) થાય તો તેને ગુતિ હોતી નથી. બીજા સૂત્રની ટીકામાં ગુતિનું સ્વરૂપ જણાવ્યું છે તે અહીં પણ લાગુ પડે છે.
૨. ગુમિની વ્યાખ્યા (૧) જીવના ઉપયોગનું મન સાથે જોડાણ તે મનોયોગ છે. વચન સાથે જોડાણ તે વચનયોગ છે અને કાર્ય સાથે જોડાણ તે કાયયોગ છે, તથા તેનો અભાવ તે અનુક્રમે મનગુમિ, વચનગુતિ અને કાયમુતિ છે. આ રીતે નિમિત્તના અભાવની અપેક્ષાએ ગુતિના ત્રણ ભેદ છે.
પર્યાય શુદ્ધોપયોગની હીનાધિકતા હોવા છતાં તેમાં શુદ્ધતા તો એક જ પ્રકારની છે; નિમિત્ત અપેક્ષાએ તેના અનેક પ્રકાર કહેવામાં આવે છે.
જીવ જ્યારે વીતરાગભાવ વડે પોતાની સ્વરૂપગુણિમાં રહે ત્યારે મન, વચન ને કાયા તરફનું લક્ષ છૂટી જાય છે, તેથી તેની નીતિ અપેક્ષાએ ત્રણ ભેદ પડે છે; એ બધા ભેદ નિમિત્તના છે એમ જાણવું.
(૨) સર્વ મોહુ-રાગદ્વેષને દુર કરીને ખંડરહિત અદ્વૈત પરમ ચૈતન્યમાં સારી રીતે સ્થિત થવું તે નિશ્ચયમનોગુતિ છે; સંપૂર્ણ અસત્ય ભાષાને એવી રીતે ત્યાગવી કે (અથવા એવી રીતે મૌનવ્રત રાખવું કે ) મૂર્તિક દ્રવ્યમાં, અમૂર્તિક દ્રવ્યમાં કે બન્નેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com