________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૪]
[ પ૩૩ (૩) પ્રશ્ન - જો એમ છે તો આ સૂત્રમાં “તપથી નિર્જરા પણ થાય છે એમ કહ્યું?
ઉત્તરઃ- બાહ્ય ઉપવાસાદિ તે તપ નથી પણ તપની વ્યાખ્યા એમ છે કે ‘ડુચ્છાનિરોધસ્તપ:' અર્થાત્ ઇચ્છાને રોકવી તે તપ છે. શુભ-અશુભ ઇચ્છા તે તપ નથી પણ શુભ-અશુભ ઈચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે તે સમ્યકતપ છે અને તે તપથી જ નિર્જરા થાય છે.
પ્રશ્ન:- આહારાદિ લેવારૂપ અશુભભાવની ઇચ્છા દૂર થતાં તપ થાય પણ ઉપવાસાદિ કે પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે જ ને?
ઉત્તર:- જ્ઞાની પુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી પણ એક શુદ્ધોપયોગની જ ભાવના છે. જ્ઞાની પુરુષો, ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધારે છે; પણ જ્યાં ઉપવાસાદિથી શરીરની કે પરિણામોની શિથિલતા વડે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે ત્યાં આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થતી હોય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ તીર્થકરો દીક્ષા લઈને બે ઉપવાસ જ કેમ ધારણ કરે? સાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
(૫) પ્રશ્ન:- જો એમ છે તો અનશનાદિને તપસંજ્ઞા કેમ કહી છે?
ઉત્તર- અનશનાદિને બાહ્યતપ કહ્યાં છે. બાહ્ય એટલે બહારમાં બીજાઓને દેખાય કે આ તપસ્વી છે. છતાં ત્યાં પણ પોતે જેવા અંતરંગ પરિણામ કરશે તેવું જ ફળ પામશે. શરીરની ક્રિયા જીવને કાંઈ ફળદાતા નથી. સમ્યગ્દષ્ટિ જીવને વીતરાગતા વધે છે તે ખરું તપ છે, અનશનાદિને નિમિત્તઅપેક્ષાએ “તપ” સંજ્ઞા આપવામાં આવી છે.
તપના ફળ સંબંધી ખુલાસો સમ્યગ્દષ્ટિને તપ કરતાં નિર્જરા થાય છે અને સાથે પુણ્યકર્મનો બંધ પણ થાય છે; પણ જ્ઞાનીઓને તપનું પ્રધાનફળ નિર્જરા છે તેથી આ સૂત્રમાં સાચા તપથી નિર્જરા થાય- એમ કહ્યું. જેટલી તપમાં (અર્થાત્ શુદ્ધોપયોગમાં) ન્યૂનતા હોય છે તેટલો પુણ્યકર્મનો બંધ થઈ જાય છે; આ અપેક્ષાએ પુણ્યનો બંધ થવો તે તપનું ગૌણ ફળ કહેવાય છે. જેમ ખેતી કરવાનું પ્રધાન ફળ તો ધાન્ય ઉત્પન્ન કરવું તે છે, પણ રાડાં વગેરે ઉત્પન્ન થવું તે તેનું ગૌણ ફળ છે; તેમ અહીં એટલું સમજવું કે સમ્યગ્દષ્ટિને તપનો જે વિકલ્પ આવે છે તે રાગ હોવાથી તેના ફળમાં પુણ્ય બંધાઈ જાય છે અને જેટલો રાગ તૂટીને વીતરાગભાવ- શુદ્ધોપયોગ વધે છે તે નિર્જરાનું કારણ છે. આાર પેટમાં જવો કે ન જવો તે બંધ કે નિર્જરાનું કારણ નથી કેમ કે તે પરદ્રવ્ય છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com