________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૪ ]
[ ૫૦૫ પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે અને સ્થિતિબંધ તથા
અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે. ૨. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદગલકર્મબંધના છે; તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે. || ડા!
પ્રકૃતિબંધના મૂળ ભેદ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायाः।।४।।
અર્થ- [ આથો] પહેલો અર્થવ પ્રકૃતિબંધ [ જ્ઞાનવર્શનાવરણ ] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, [ વેનીય મોદનીય ] વેદનીય, મોહનીય, [બાપુ:નામ ગોત્ર અન્તરાયા: ] આયુ, નામ, ગોત્ર અને અંતરાય- એ આઠ પ્રકારનો છે.
ટીકા
૧. જ્ઞાનાવરણ- જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે
આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
જ્ઞાનાવરણ કહે છે. દર્શનાવરણ- જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે
આત્માના દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
દર્શનાવરણ કહે છે. વેદનીય- જ્યારે આત્મા પોતે મોહભાવ વડે પરલક્ષે આકુળતા કરે ત્યારે
સગવડતા કે અગવડતારૂપ સંયોગો પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય
નિમિત્ત થાય તેને વેદનીય કહે છે. મોહનીય- જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા
સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત
થાય તેને મોહનીય કહે છે. આયુ- જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવના
શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને
આયુકર્મ કહે છે. નામ- જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત
થાય તેને નામકર્મ કહે છે. ગોત્ર- જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય
| નિમિત્ત થાય તેને ગોત્રકર્મ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com