SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૩૯ ] [ ૪૮૫ દાનમાં વિશેષતા विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः।। ३९ ।। અર્થ- [ વિધિદ્રવ્યવાનૃપત્રિવિશેષાત] વિધિ, દ્રવ્ય, દાતુ અને પાત્રની વિશેષતાથી [ તત્ વિશેષ: ] દાનમાં વિશેષતા હોય છે. ટીકા ૧. વિધિવિશેષ- નવધા ભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે. દ્રવ્યવિશેષ:- તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્ય વિશેષ કહે છે. દાતૃવિશેષ- જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય તેને દાતૃવિશેષ કહે છે. (દાતૃ-દાતાર ) પાત્રવિશેષ:- જે સમ્મચારિત્ર વગેરે ગુણોસહિત હોય એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૨. નવધા ભક્તિનું સ્વરૂપ (૧) સંગ્રહ (-પ્રતિગ્રહણ)- પધારો, પધારો, અહીં શુદ્ધ આહાર-પાણી છે” ઇત્યાદિ શબ્દો વડે ભક્તિ-સત્કારપૂર્વક વિનયથી મુનિને આવકાર આપવો તે. (૨) ઉચ્ચસ્થાન-તેમને ઊંચા સ્થાન ઉપર બેસાડવા તે. (૩) પાદોદક-ગરમ કરેલા શુદ્ધ જળ વડે તેમના ચરણ ધોવા. (૪) અર્ચન-તેમની ભક્તિ-પૂજા કરવી. (૫) પ્રણામ- તેમને નમસ્કાર કરવો. (૬-૭-૮) મનઃશુદ્ધિ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ (૯) એષણાશુદ્ધિ આહારની શુદ્ધિ આ નવે ક્રિયાઓ કમસર હોવી જોઈએ; આવો કમ ન હોય તો મુનિ આહાર લઈ શકે નહિ. પ્રશ્ન- સ્ત્રી એ પ્રમાણે નવધા ભક્તિવર્ડ મુનિને આહાર આપે કે નહિ? ઉત્તર- હા, સ્ત્રીનો કરેલો અને સ્ત્રીના હાથથી પણ સાધુઓ આહાર લે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy