________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૮૪ ]
[ મોક્ષશાસ્ત્ર
૫. આ અધિકારમાં શુભાસવનું વર્ણન છે. સમ્યગ્દષ્ટિ જીવોને શુદ્ધતાના લક્ષે શુભભાવરૂપ દાન કેવું હોય તે આ સૂત્રમાં જણાવ્યું છે. શુભભાવથી ધર્મ થાય એમ સમ્યગ્દષ્ટિઓ કદી માનતા નથી, પણ પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકતા નથી તેથી શુદ્ધતાના લક્ષે અશુભભાવ ટાળીને શુભભાવ કરે છે. ત્યાં જેટલો અશુભરાગ ટળ્યો તેટલો લાભ છે એમ સમજે અને જે શુભરાગ રહ્યો તે આસ્રવ છે એમ સમજીને તેને પણ ટાળવાની ભાવના વર્તે છે; તેથી તેમને અંશે શુદ્ધતાનો લાભ થાય છે. મિથ્યાદષ્ટિ જીવો આ પ્રકારનું દાન કરી શકે નહિ; સમ્યગ્દષ્ટિના જેવી દાનની બાહ્ય ક્રિયા તેઓ કરે પણ આ સૂત્રમાં કહેલું ‘દાન ’ તેઓને લાગુ પડે નહિ કેમ કે શુદ્ધતાનું તેને ભાન નથી અને શુભને તે પોતાનું સ્વરૂપ માને છે. આ સૂત્રમાં કહેલું દાન સમ્યગ્દષ્ટિને જ લાગુ પડે છે.
૬. આ સૂત્રનો સામાન્ય અર્થ કરવામાં આવે તો તે બધા જીવોને લાગુ પડે; આહાર, પાત્ર, ધર્મ-ઉ૫ક૨ણ કે ધન વગેરે આપવાની જે બાહ્ય ક્રિયા તે દાન નથી પરંતુ તે વખતે જીવનો શુભભાવ તે દાન છે. શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં આ સૂત્રનું મથાળું બાંધતાં દાનની વ્યાખ્યા નીચે પ્રમાણે કરે છે.
‘શીલવિધાનમાં અર્થાત્ શિક્ષાવ્રતોના વર્ણનમાં અતિથિસંવિભાગવ્રત કહેવામાં આવ્યું, પણ તેમાં દાનનું લક્ષણ જાણવામાં ન આવ્યું માટે તે કહેવું જોઈએ, તેથી આચાર્ય દાનના લક્ષણનું સૂત્ર કહે છે.'
ઉપરના કથનથી જણાય છે કે આ સૂત્રમાં કહેલું દાન સમ્યગ્દષ્ટિ જીવના શુભભાવરૂપ છે.
૭. આ સૂત્રમાં વાપરેલ સ્વ શબ્દનો અર્થ ધન થાય છે અને ધનનો અર્થ ‘પોતાની માલિકીની વસ્તુ' એમ થાય છે.
૮. કરુણા દાન
કરુણાદાન સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બન્ને કરી શકે છે, પણ તેઓના ભાવમાં મહાન અંતર હોય છે. આ દાનના ચાર પ્રકાર છે-૧. આહારદાન, ૨. ઔષધિદાન, ૩. અભયદાન અને ૪. જ્ઞાનદાન. જરૂરીઆતવાળા જૈન, અજૈન, મનુષ્ય કે તિર્યંચ વગેરે કોઈપણ પ્રાણી પ્રત્યે અનુકંપાબુદ્ધિથી આ દાન થઈ શકે છે. મુનિને જે આહારદાન દેવામાં આવે તે કરુણાદાન નથી પણ ભક્તિદાન છે. પોતાથી મહાન ગુણો ધરાવનાર હોય તેમના પ્રત્યે ભક્તિદાન હોય છે. આ સંબંધમાં વિશેષ હકીકત હવે પછીના સૂત્રની ટીકામાં જણાવી છે. ।। ૩૮।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com