________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨૪-૨૫ ]
[ ૪૭૭ નથી પણ આશંકા છે; અતિચારોમાં જે શંકા દોષ કહ્યો છે તેમાં તેનો સમાવેશ થતો નથી.
પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે, પ્રશંસા મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. ૨૩ાા
પાંચ વ્રત અને સાત શીલોના અતિચાર
व्रतशीलेषु पंच पंच यथाक्रमम्।।२४।। અર્થ - [વ્રતશીનેy] વ્રત અને શીલોમાં પણ [ યથાશ્રમમ] અનુક્રમે દરેકમાં [ પં] પાંચ પાંચ અતિચારો છે.
નોંધ:- વ્રત કહેતાં અહિંસાદિ પાંચ અણુવ્રત સમજવા અને શીલ કહેતાં ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ સાત સમજવા. આ દરેકના પાંચ અતિચારોનું વર્ણન હવના સૂત્રોમાં કરે છે. || ૨૪
અહિંસા-અણુવ્રતના પાંચ અતિચાર बंधवधच्छेदातिभारारोपणान्नपाननिरोधाः।। २५।।
અર્થ- [ વંથ વધે છે ] બંધ, વધ, છેદ, [ ગતિમાઝારોપણ ] ઘણો ભાર લાદવો અને [ગનપાનનિરોધ:] અન્નપાનનો વિરોધ કરવો–એ પાંચ અહિંસાઅણુવ્રતના અતિચાર છે.
ટીકા
બંધ-પ્રાણીઓને ઇચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે રસ્સી વગેરેથી બાંધવા તે. વઘ-પ્રાણીઓને લાકડી વગેરેથી મારવું તે. છેદ-પ્રાણીઓના નાક-કાન વગેરે અંગો છેદવા તે. અતિભાર-આરોપણ-પ્રાણીની શક્તિથી અધિક ભાર લાદવો તે. અન્નપાનનિરોધ-પ્રાણીઓને વખતસર ખાવા-પીવા ન દેવું તે.
અહીં અહિંસા-અણુવ્રતના અતિચાર તરીકે પ્રાણવ્યપરોપણ 'ને ગણવું નહિ, કેમ કે પ્રાણવ્યપરોપણ તે હિંસાનું લક્ષણ છે એટલે તે અતિચાર નથી પણ અનાચાર છે. તે સંબંધી પૂર્વે સૂત્ર ૧૩ માં કહેવાઈ ગયું છે. || ૨૫TI
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com