________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨૧ ]
| [ ૪૭૩ ૨. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. - દિગ્ગત - મરણપર્યંત સૂક્ષ્મ પાપોની નિવૃત્તિને માટે દશે દિશાઓમાં આવવા
જવાની મર્યાદા કરવી તે દિવ્રત છે. દેશવ્રત - જીવનપર્યત લીધેલા દિગ્ગતની મર્યાદામાંથી પણ વધારે સંકોચ કરીને
ઘડી, કલાક, માસ, વર્ષ વગેરે વખત સુધી અમુક ઘર, શેરી વગેરે
સુધી જવા-આવવાની મર્યાદા કરવી તે દેશવ્રત છે. અનર્થદંડવત પ્રયોજનરહિત પાપવદ્ધક ક્રિયાનો ત્યાગ કરવો તે અનર્થદંડવત છે;
અનર્થદંડના પાંચ ભેદ છે. ૧. પાપોપદેશ (હિંસાદિ પાપારંભનો ઉપદેશ કરવો તે), ૨. હિંસાદાન (તલવાર વગેરે હિંસાના ઉપકરણો આપવા તે); ૩. અપધ્યાન (બીજાનું બૂરું વિચારવું તે); ૪. દુઃશ્રુતિ ( રાગદ્વષને વધારનારાં ખોટાં શાસ્ત્રોનું શ્રવણ કરવું તે) અને ૫. પ્રમાદચર્યા
(પ્રયોજન વગર જ્યાં-ત્યાં જવું તથા પૃથ્વી વગેરે ખોદવું તે). શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી વગેરેનું કોઈપણ વખતે ચિંતવન કરવું નહિ, કેમ કે તે માઠાં ધ્યાનોનું ફળ પાપ જ છે.
-આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક- મન, વચન, કાયા વડ કૃત કારિત અનુમોદનાથી હિંસાદિ પાંચ
પાપોનો ત્યાગ કરવો તે સામાયિક છે; આ સામાયિક શુભભાવરૂપ છે.
(સામાયિકચારિત્રનું સ્વરૂપ નવમા અધ્યાયમાં આપવામાં આવશે.) પૌષધોપવાસ- પહેલા અને પછીના દિવસે એકાશનપૂર્વક આઠમ અને ચૌદશ
આદિ દિવસે ઉપવાસાદિ કરી, એકાંતવાસમાં રહી, સંપૂર્ણ સાવધયોગને છોડી, સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ
ધર્મધ્યાનમાં રહેવું તે પ્રૌષધોપવાસ છે. ઉપભોગપરિભોગપરિમાણવ્રત - શ્રાવકોને ભોગનાં નિમિત્તથી હિંસા થાય
છે. ભોગ અને ઉપભોગની વસ્તુઓનું માપ કરી (મર્યાદા બાંધી) પોતાની શક્તિ અનુસાર ભોગઉપભોગને છોડવા તે
ઉપભોગપરિભોગપરિમાણવ્રત છે. અતિથિસંવિભાગવત:- અતિથિ અર્થાત્ મુનિ વગેરેને માટે આહાર, કમંડળ,
પીંછી, વસતિકા આદિનું દાન દેવું તે અતિથિસંવિભાગવત છે. -આ ચાર શિક્ષાવ્રત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com