________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ ]
[ મોક્ષશાસ્ત્ર અર્થ:- કોઈ ક્રિયામાં જ જડ થઈ રહ્યા છે, કોઈ જ્ઞાનમાં શુષ્ક થઈ રહ્યા છે અને એમાં તેઓ મોક્ષમાર્ગ માની રહ્યા છે તે જોઈને કરુણા ઊપજે છે.
૪. ગુણાધિક-સમ્યજ્ઞાનાદિ ગુણોમાં જે પ્રધાન-માન્ય-મોટા હોય તે ગુણાધિક છે. કિલશ્યમાન- મહામોહરૂપ મિથ્યાત્વથી જે ગ્રસ્ત છે, કુમતિ-કુશ્રુતાદિ અજ્ઞાનથી
પરિપૂર્ણ છે, વિષયો સેવવાની તીવ્ર તૃષ્ણારૂપ અગ્નિથી જેઓ અત્યંતદગ્ધ થઈ રહ્યા છે અને વાસ્તવિક હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર કરવામાં જે વિપરીત છે- તે કારણે જેઓ
દુ:ખથી પીડિત છે, તે જીવો કિલશ્યમાન છે. અવિનયી: માટીનો પિંડ, લાકડું કે ભીંત સમાન જે જીવ જડ-અજ્ઞાની છે,
જેઓ વસ્તુસ્વરૂપનું ગ્રહણ કરવા (સમજવા અને ધારણ કરવા ) માગતા નથી, વિવેક શક્તિ દ્વારા હિતાહિતનો વિચાર કરવા માગતા નથી, તર્કશક્તિથી જ્ઞાન કરવા માગતા નથી તથા દઢપણે વિપરીત શ્રદ્ધાવાળા છે અને દ્વેષાદિકને વશ થઈ વસ્તુસ્વરૂપને અન્યથા ગ્રહણ કરી રાખે છે, તેવા જીવો અવિનયી
છે; આવા જીવોને અપદષ્ટિ પણ કહેવાય છે. || ૧૧// વ્રતોની રક્ષા અર્થે સમ્યગ્દષ્ટિની વિશેષ ભાવના
जगत्कायस्वभावौ वा संवेगवैराग्यार्थम।।१२।। અર્થ- [ સંવેવૈરાગ્ય 3ર્થમ] સંવેગ અર્થાત સંસારનો ભય અને વૈરાગ્ય અર્થાત્ રાગદ્વેષનો અભાવ-તે માટે [ન – વયસ્વભાવ વા] ક્રમથી સંસાર અને શરીરના સ્વભાવનું ચિંતવન કરવું.
ટીકા
૧. જગતનો સ્વભાવ છ દ્રવ્યોનો સમૂહ તે જગત છે. દરેક દ્રવ્ય અનાદિઅનંત છે; તેમાં જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે અને જીવદ્રવ્ય ચેતન છે. જીવોની સંખ્યા અનંત છે; પાંચ અચેતન દ્રવ્યોને સુખ-દુ:ખ નથી, જીવદ્રવ્યને સુખ-દુ:ખ છે. અનંત જીવોમાં કેટલાક સુખી છે અને મોટા ભાગના જીવો દુ:ખી છે. જે જીવો સુખી છે તેઓ સમ્યજ્ઞાની જ છે, સમ્યજ્ઞાન વગર કોઈ જીવ સુખી હોઈ શકે નહિ; સમ્યજ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે; આ રીતે સુખની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, અને સુખની પૂર્ણતા સિદ્ધદશામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com