________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧૧ ]
| [ ૪૫૭ વ્રતધારી સમ્યગ્દષ્ટિની ભાવના मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि च सत्त्वगुणाधिक
વિનશ્યમાનાવિનયેષાા 88ા અર્થ- [ સત્ત્વપુ મૈત્રી] પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-નિર્વેરબુદ્ધિ [ Mાથિy પ્રમો] અધિક ગુણવાનો પ્રત્યે પ્રમોદ, [વિનશ્યમાનેy lખ્ય] દુઃખી-રોગી જીવો પ્રત્યે કરુણા [ વિનયેષુ મધ્યરચ્યાનિ ૨] અને હઠાગ્રહી-મિથ્યાદષ્ટિ જીવો પ્રત્યે માધ્યસ્થભાવના- આ ચાર ભાવના અહિંસાદિ પાંચ વ્રતોની સ્થિરતા માટે વારંવાર ચિંતવવી યોગ્ય છે.
ટીકા
૧. આ ચાર ભાવના સમ્યગ્દષ્ટિ જીવોને શુભભાવરૂપે હોય છે. આ ભાવના મિથ્યાદષ્ટિને હોતી નથી. કેમ કે તેને વસ્તુસ્વરૂપનો વિવેક નથી.
મૈત્રી- બીજાને દુઃખ ન દેવાની ભાવના તે મૈત્રી છે. પ્રમોદ-અધિક ગુણોના ધારક જીવો પ્રત્યે પ્રસન્નતા વગેરેથી અંતરંગ ભક્તિ
પ્રગટ થાય તે પ્રમોદ છે. કારુણ્ય- દુ:ખી જીવોને દેખીને તેમના પ્રત્યે કણાભાવ થવો તે કારુણ્ય છે. માધ્યશ્મ-જે જીવ તત્ત્વાર્થશ્રદ્ધાથી રહિત છે અને તત્ત્વનો ઉપદેશ દેવાથી
ઉલટો ચિડાય છે, તેની પ્રત્યે ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થપણું છે. ૨. આ સૂત્રના અર્થની પૂર્ણતા કરવા માટે નીચેના ત્રણમાંથી કોઈ એક વાક્ય
ઉમેરવું૧. ‘તર્થયર્થ ભાવયિતવ્યાનિ' = તે અહિંસાદિક પાંચ વ્રતોની સ્થિરતા માટે ભાવવાયોગ્ય છે.
૨. “ભાવયત: પુર્ણાચહિંસાવીન વ્રતાનિ ભવન્તિ' = આ ભાવના ભાવવાથી અહિંસાદિક પાંચ વ્રતોની પૂર્ણતા થાય છે. ૩. “તન્થર્થ ભાવયેત્ ' = તે પાંચ વ્રતોની દઢતા માટે ભાવના કરે.
[ જુઓ, સર્વાર્થસિદ્ધિ અ. ૭. પાનું-૨૯] ૩. “જ્ઞાનીઓને અજ્ઞાની જીવો પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કરુણા હોય છે; આ સંબંધમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com