________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪પર ]
મોક્ષશાસ્ત્ર બીજા સૂત્રમાં શુભાશુભ બને ભાવોનો નિરોધ એવો અર્થ થાય છે. (જુઓ, તત્ત્વાર્થ-સાર અધ્યાય ૪ ગાથા ૬૩ હિંદી ટીકા, પા. ૨૧૯)
૩. પ્રશ્ન- અહીં કાયગતિ કેમ લીધી નથી?
ઉત્તર:- ઇસમિતિ અને આદાન નિક્ષેપણનો અર્થ શુભકામગુપ્તિ થઈ શકે છે કેમ કે તે બન્ને પ્રવૃત્તિમાં અશુભકાયપ્રવૃત્તિનો નિરોધ સારી રીતે થઈ જાય છે. ૪. આલોકિતપનભોજનમાં રાત્રિભોજન ત્યાગનો સમાવેશ થઈ જાય છે. | જા
સત્ય વ્રતની પાંચ ભાવનાઓ क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पंच।।५।।
અર્થ- [ શોધ નોમ મીરુત્વ દાચપ્રત્યારથાનાનિ] ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, ભીરુત્વપ્રત્યાખ્યાન, હાસ્યપ્રત્યાખ્યાન અર્થાત્ ક્રોધનો ત્યાગ કરવો, લોભનો ત્યાગ કરવો, ભયનો ત્યાગ કરવો, હાસ્યનો ત્યાગ કરવો, [ મનુવાવિ ભાષ
] અને શાસ્ત્રની આજ્ઞા અનુસાર નિર્દોષ વચન બોલવા-[ પંચ ] એ પાંચ સત્ય વ્રતની ભાવનાઓ છે.
ટીકા ૧. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ નિર્ભય છે તેથી નિઃશંક છે, અને એવી અવસ્થા ચોથા ગુણસ્થાને હોય છે. તો અહીં સમ્યગ્દષ્ટિ શ્રાવકને અને મુનિને ભયનો ત્યાગ કરવાનું કેમ કહ્યું છે?
ઉત્તર- ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ અભિપ્રાય અપેક્ષાએ નિર્ભય છે; અનંતાનુબંધી કષાય હોય ત્યારે જે પ્રકારનો ભય હોય છે તે પ્રકારનો ભય તેમને હોતો નથી તેથી તેમને નિર્ભય કહ્યા છે; પણ ચારિત્ર અપેક્ષાએ તેઓ સર્વથા નિર્ભય થયા છે-એમ કહેવાનો આશય ત્યાં નથી. આઠમા ગુણસ્થાન સુધી ભય હોય છે, તેથી અહીં શ્રાવકને તથા મુનિને ભય છોડવાની ભાવના કરવાનું કહ્યું છે.
૨. પ્રત્યાખ્યાન બે પ્રકારનાં હોય છે- એક નિશ્ચયપ્રત્યાખ્યાન અને બીજાં વ્યવહાર પ્રત્યાખ્યાન. નિશ્ચયપ્રત્યાખ્યાન તે નિર્વિકલ્પદશારૂપ છે, તેમાં બુદ્ધિપૂર્વક થતા શુભાશુભભાવો છૂટે છે; વ્યવહાર પ્રત્યાખ્યાન શુભભાવરૂપ છે; તેમાં સમ્યગ્દષ્ટિને અશુભભાવો છૂટીને શુભભાવ રહે છે. આત્મસ્વરૂપના અજાણ-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં કરવાની ના પાડે તેને-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં મેળવવાના ઉપદેશ પ્રત્યે જેને અરુચિ હોય તેને શુભભાવરૂપ પ્રત્યાખ્યાન પણ હોતું નથી; મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પાંચ મહાવ્રત નિરતિચાર પાળે પણ તેને આ ભાવનામાં બતાવેલ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com