________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧ ]
[ ૪૪૫ છે; એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે. તેમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિનો એવો તો કોઈ ભેદ નથી. (અર્થાત અજ્ઞાનીના ઉપરોક્ત કથનાનુસાર શુભક્રિયા મિથ્યાષ્ટિને તો બંધનું કારણ થાય અને તે જ ક્રિયા સમ્યગ્દષ્ટિને મોક્ષનું કારણ થાય એવો તો તેનો ભેદ નથી) એવી ક્રિયાથી તો તેને (સમ્યગ્દષ્ટિવંતને પણ) બંધ છે અને શુદ્ધ
સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. જો કે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ પણ છે; પણ તેમાં જે વિક્રિયારૂપ પરિણામ છે તેનાથી તો માત્ર બંધ થાય છે, તેનાથી કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથીએવું વસ્તુનું સ્વરૂપ છે; તો પછી ઉપાય શું? તે કાળે જ્ઞાનીને શુદ્ધસ્વરૂપના અનુભવનું અનુભવજ્ઞાન પણ છે, તે વડે તે સમયે કર્મનો ક્ષય થાય છે, તેનાથી તો એક અંશ માત્ર પણ બંધન થતું નથી એવું જ વસ્તુનું સ્વરૂપ છે; તે જેવું છે તેવું
કહે છે.”
(જાઓ, સમયસાર કળશટીકા રાજમલજી હિન્દી પૃ. ૧રર સુરતથી પ્રકાશિત)
ઉપર મુજબ સ્પષ્ટીકરણ કરીને પછી તે કળશનો અર્થ તેમણે જ વિસ્તારપૂર્વક લખ્યો છે, તેમાં તે સંબંધી પણ સ્પષ્ટતા છે તેમાં છેવટે લખે છે કે “શુભ ક્રિયા કદાપિ મોક્ષનું સાધન થઈ શકતી નથી, તે માત્ર બંધન જ કરવાવાળી છે- એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્થાબુદ્ધિનો નાશ થઈને સમ્યજ્ઞાનનો લાભ થશે. મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે.”
૪. શ્રી રાજમલ્લજીકૃત સમયસાર કળશટીકા(સુરતથી પ્રકાશિત) તેમાં પૃ. ૧૧૪ લીટી ૧૭ થી એમ લખ્યું છે કે “અહીંયા એ વાતને દઢ કરી છે કે કર્મોની નિર્જરાનું સાધન તો માત્ર શુદ્ધજ્ઞાનભાવ છે. જેટલા અંશે કાલિમા છે તેટલા અંશે તો બંધ જ છે, શુભક્રિયા કદી પણ મોક્ષનું સાધન થઈ શકતી નથી. તે કેવળ બંધને જ કરવાવાળી છે, એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્થાબુદ્ધિનો નાશ થઈ સમ્યજ્ઞાનનો લાભ થાય છે.
મોક્ષનો ઉપાય તો એક માત્ર નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધ વીતરાગ પરિણતિ છે. જેમકે પુરુષાર્થ સિદ્ધિઉપાયમાં આચાર્ય કહ્યું છે કે “કસમાં ભાવયતો ” ગા. || ૨૧૧TI યેનાંશન સુદષ્ટિા ૨૧૨ પછી ભાવાર્થમાં લખ્યું છે કે જ્યાં શુદ્ધભાવની પૂર્ણતા થઈ નથી ત્યાં પણ રત્નત્રય છે પણ જે કાંઈ ત્યાં કર્મોનો બંધ થાય છે તે રત્નત્રયથી થતો નથી, પણ અશુદ્ધતાથી–રાગભાવથી છે, કેમકે જેટલી ત્યાં અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતામાં કમી છે તે મોક્ષનો ઉપાય નથી તે તો કર્મનું બંધન જ કરવાવાળી છે. જેટલા અંશમાં શુદ્ધદષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન સહિત શુદ્ધભાવની પરિણતિ છે તેટલા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com