________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૪ ]
[ મોક્ષશાસ્ત્ર છે તેમ, સ્વર્ગસુખના બંધને પામે છે. આથી શુદ્ધોપયોગ ઉપાદેય છે અને શુભોપયોગ હોય છે. ( પ્રવચનસાર ગા. ૧૧ ની ટીકા )
મિથ્યાદષ્ટિને અથવા સમ્યગ્દષ્ટિને પણ રાગ તો બંધનું જ કારણ છે; શુદ્ધસ્વરૂપ પરિણામ માત્રથી જ મોક્ષ છે.
૩. સમયસાર શાસ્ત્રના પુણ્ય-પાપ અધિકાર ૧૧૦ મા કળશમાં આચાર્યદેવ કહે છે કે – “યવFાવમુપૈતિ કર્મ વિરતિ”
અર્થ - જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મજ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કાંઇ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. પણ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં અવશપણે (જબર-જસ્તીથી) કે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે તે તો બંધનું કારણ થાય છે. અને મોક્ષનું કારણ તો, જે એક પરમજ્ઞાન છે તે એક જ થાય છે-કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત (અર્થાત્ ત્રણે કાળે પર દ્રવ્યભાવોથી ભિન્ન છે.)
ભાવાર્થ- જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છે-શુભાશુભકર્મધારા અને જ્ઞાનધારા, તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનનો પરસ્પર વિરોધ છે તેમ કર્મ સામાન્ય અને જ્ઞાનને સાથે હોવામાં વિરોધ નથી) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મ બંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર(-વિકલ્પ) પણ બંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦( સમયસાર ગુજરાતી પૃ. ર૬૩-૬૪ )
વળી આ કળશના અર્થમાં શ્રી રાજમલજીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે- “ અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે- “મિથ્યાષ્ટિને યતિપણું ક્રિયારૂપ છે તે તો બંધનું કારણ છે; પણ સમ્યગ્દષ્ટિને જે યતિપણું (મુનિપણું ) શુભક્રિયારૂપ છે તે મોક્ષનું કારણ છે; કેમકે અનુભવજ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપી ક્રિયા-એ બેઉ મળીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરે છે”—એવી પ્રતીતિ કોઈ અજ્ઞાની જીવ કરે છે, તેનું સમાધાન આ પ્રકારે છે કે
જે કોઈપણ શુભ-અશુભ ક્રિયા-બહિર્શલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપના વિચાર ઇત્યાદિ છે તે સર્વ કર્મ બંધનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com