________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૧૬–૧૭ ]
[ ૪૨૩ (૩) કપટ-કુટિલ કર્મમાં તત્પરપણું હોવું, (૪) પૃથ્વીભેદ સમાન કોધીપણું હોવું, (૫) શીલરહિતપણું હોવું, (૬) શબ્દથી-ચેષ્ટાથી તીવ્ર માયાચાર કરવો, (૭) પરના પરિણામમાં ભેદ ઉપજાવવો. (૮) અતિ અનર્થ પ્રગટ કરવો, (૯) ગંધ-રસ-સ્પર્શનું વિપરીતપણું કરવું, (૧૦) જાતિ-કુળ-શીલમાં દૂષણ લગાડવું, (૧૧) વિસંવાદમાં પ્રીતિ રાખવી, (૧૨) પરના ઉત્તમ ગુણને છૂપાવવો. (૧૩) પોતામાં ન હોય તેવા ગુણો કહેવા, (૧૪) નીલ-કાપોત લેશ્યારૂપ પરિણામ કરવા, (૧૫) આર્તધ્યાનમાં મરણ કરવું, - આ વગેરે લક્ષણવાળા પરિણામો તિર્યંચાયુના આસ્રવનાં કારણો છે. || ૧૬I/
મનુષ્પાયુના આસવનું કારણ
अल्पारम्भपरिग्रहत्वं मानुषस्य।।१७।। અર્થ- [ અન્ય કારંમપરિપ્રદ–] અલ્પ આરંભપરિગ્રહપણું તે [ માનુષસ્થ] મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે.
ટીકા નરકાયુના આસ્રવનું કથન ૧૫ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે નરકાયુના આસ્રવથી જે વિપરીત છે તે મનુષ્યના આયુના આસ્રવનું કારણ છે. આ સૂત્રમાં મનુષ્યાયુના આસ્રવના કારણનું સંક્ષેપ કથન છે તેનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે
(૧) મિથ્યાત્વસહિત બુદ્ધિનું હોવું, (૨) સ્વભાવમાં વિનય હોવો, (૩) પ્રકૃતિમાં ભદ્રતા હોવી, (૪) પરિણામોમાં કોમળતા હોવી અને માયાચારનો ભાવ ન હોવો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com