________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦ ]
[ મોક્ષશાસ્ત્ર એ વગેરે લક્ષણવાળા પરિણામ અરતિ કર્મના આસ્રવનું કારણ છે. (૧) પોતાને શોક ઉપજાવવો; (૨) પરના શોકમાં હર્ષ માનવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ શોક કર્મના આસ્રવનું કારણ છે. (૧) પોતાને ભયરૂપ ભાવ રાખવો; (૨) બીજાને ભય ઉપજાવવો;
એ વગેરે લક્ષણવાળા પરિણામ ભયકર્મના આસ્રવનું કારણ છે.
ભલી ક્રિયા-આચાર પ્રત્યે ગ્લાની એ વગેરે પરિણામ હોવા તે જુગુપ્સા કર્મના આસ્રવનું કારણ છે.
(૧) જુઠું બોલવાનો સ્વભાવ હોવો; (૨) માયાચારમાં તત્પરતા રહેવી;
(૩) પરના છિદ્રની આકાંક્ષા અથવા અતિ ઘણો રાગ હોવો; એ વગેરે પરિણામ સ્ત્રીવેદકર્મના આસ્રવનું કારણ છે.
(૧) અલ્પ ક્રોધ હોવો; (૨) ઈષ્ટ પદાર્થોમાં ઓછી આસક્તિ હોવી; (૩) પોતાની સ્ત્રીમાં સંતોષ હોવો;
એ વગેરે પરિણામ પુરુષવેદકર્મના આસવનું કારણ છે. (૧) કષાયની પ્રબળતા હોવી; (૨) ગુહ્ય ઇન્દ્રિયોનું છેદન કરવું (૩) પરસ્ત્રીગમન કરવું
એ વગેરે પરિણામ હોવા તે નપુંસકવેદના આસ્રવનું કારણ છે. ૩. “તીવ્રતા તે બંધનું કારણ છે અને સર્વ જઘન્યતા તે બંધનું કારણ નથી” આ સિદ્ધાંત આત્માના તમામ ગુણોમાં લાગુ પડે છે. આત્મામાં થતા મિથ્યાદર્શનનો જે ભાવ છેલ્લામાં છેલ્લો જઘન્ય હોય તે દર્શનમોહનીયકર્મના આસ્રવનું કારણ નથી. જો છેલ્લો અંશ પણ બંધનું કારણ થાય તો કોઈ જીવ વ્યવહાર પણ કર્મરહિત ન થઈ શકે. (જુઓ, અ. ૫ સૂ. ૩૪ ની ટીકા પા. ૪પર.) | ૧૪ ના
હવે આયુકર્મના આસ્રવનું કારણ કહે છે –
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com