________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર મૂકવી તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણ છે, ૨. યત્નાચારરહિત થઈને વસ્તુ મૂકવી તે દુઃખપ્રસૃષ્ટનિક્ષેપાધિકરણ છે, ૩. ભયાદિકથી કે અન્ય કાર્ય કરવાની ઉતાવળમાં પુસ્તક, કમંડળ, શરીર કે શરીરાદિના મેલને મૂકવા તે સહસાનિક્ષેપાધિકરણ છે અને ૪. જીવ છે કે નહિ તે જોયા વગર કે વિચાર કર્યા વગર શીઘ્રતાથી પુસ્તક, કમંડળ, શરીર કે શરીરના મેલને મૂકવા (–નાખવા) અને વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં ન રાખવી તે અનાભોગનિક્ષેપાધિકરણ છે.
સંયોગમિલાપ થવો તે સંયોગ છે; તેના બે ભેદ છે: ૧. ભક્તપાન સંયોગ અને ૨. ઉપકરણ સંયોગ. એક આહારપાણીને બીજા આહારપાણી સાથે મેળવી દેવા તે ભક્તપાન સંયોગ છે; અને ઠંડા, પુસ્તક, કમંડળ, શરીરાદિકને તમ પીંછી વગેરેથી પીછવું તથા શોધવું તે ઉપકરણ સંયોગ છે.
નિસર્ગ- પ્રવર્તવું તે નિસર્ગ છે; તેના ત્રણ ભેદ છેઃ ૧. મનને પ્રવર્તાવવું તે મન નિસર્ગ છે, ૨. વચનોને પ્રવર્તાવવાં તે વચન નિસર્ગ છે અને ૩. કાયાને પ્રવર્તાવવી તે કાયનિસર્ગ છે.
નોંધ- જ્યાં જ્યાં પરનું કરવાની વાત જણાવી છે ત્યાં ત્યાં વ્યવહારકથન છે એમ સમજવું. જીવ પરનું કાઈ કરી શકતો નથી તેમ જ પરપદાર્થો જીવનું કાંઈ કરી શકતા નથી; પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિકસંબંધ દર્શાવનારું આ સૂત્રનું કથન છે. IT ૯ો.
અહીં સુધી સામાન્ય-આસવનાં કારણો કહ્યાં; હવે વિશેષ આસવનાં કારણો વર્ણવે છે, તેમાં દરેક કર્મના આસવનાં કારણો બતાવે છે.
જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આસવનું કારણ तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता
જ્ઞાનવર્શનાવરણયો:ા ૬૦ ના અર્થ- [ તઝોષ] જ્ઞાન અને દર્શન સંબંધમાં કરવામાં આવેલા પ્રદોષ, [નિવ માત્સર્ય મન્તરીય બાવન ઉપધાતા:] નિતવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત તે [જ્ઞાનવર્શનાવરણયો:] જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મીઆસ્રવનાં કારણો છે.
ટીકા
૧. પ્રદોષ- મોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે, તેનું કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com