________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા ૧. સકપાય યોગ અને અકષાય યોગ આસ્રવ અર્થાત્ આત્માના વિકારભાવ છે, એમ આગળ સૂત્ર ૪માં કહેશે.
૨. કેટલાક જીવો કષાયનો અર્થ ક્રોધ-માન-માયા-લોભ કરે છે, પણ તે અર્થ પૂરતો નથી. મોહના ઉદયમાં જોડાતાં જીવને મિથ્યાત્વ ક્રોધાદિભાવ થાય છે તે સર્વનું નામ સામાન્યપણે “કષાય' છે (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૩૧.) સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વભાવ નથી એટલે તેને ક્રોધાદિભાવ થાય તે કષાય છે.
૩. યોગની ક્રિયા નવાં કર્મના આસ્રવનું નિમિત્તકારણ છે. આ સૂત્રમાં કહેલાં આસ્રવ ' શબ્દમાં દ્રવ્યઆસ્રવનો સમાવેશ થાય છે. યોગની ક્રિયા તો નિમિત્તકારણ છે; તેમાં પરદ્રવ્યના દ્રવ્યાસવરૂપ કાર્યનો ઉપચાર કરીને આ સૂત્રમાં યોગની ક્રિયાને જ આસ્રવ કહેલ છે.
એક દ્રવ્યના કારણને બીજા દ્રવ્યના કાર્યમાં મેળવીને વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. તે પદ્ધતિ અહીં ગ્રહણ કરીને જીવના ભાવયોગની ક્રિયા કારણને દ્રવ્યકર્મના કાર્યમાં મેળવીને આ સૂત્રમાં કથન કર્યું છે; આવા વ્યવહારનયને આ શાસ્ત્રમાં નૈગમનયે કથન કર્યું કહેવાય છે, કેમ કે યોગની ક્રિયામાં દ્રવ્યકર્મરૂપ કાર્યનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
૪. પ્રશ્ન- આસ્રવને જાણવાની શું જરૂર છે?
ઉત્તરઃ- દુઃખનું કારણ શું છે તે જાણ્યા સિવાય દુઃખ ટાળી શકાય નહિ; મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ જીવ ન કરે અને તેથી જીવને દુઃખ જ રહે માટે આસ્રવને જાણવો આવશ્યક છે.
(જાઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. (૨) ૫. પ્રશ્ન- અનાદિથી જીવની આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા શું છે?
ઉત્તર:- મિથ્યાત્વ-રાગાદિક પ્રગટ દુ:ખદાયક છે છતાં તેનું સેવન કરવાથી સુખ થશે એમ માનવું તે આસ્રવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.
૬. પ્રશ્ન- સૂત્ર ૧-૨ માં યોગને આસ્રવ કહ્યો છે અને અન્યત્ર તો મિથ્યાત્વાદિને આસ્રવ કહ્યાં-તેનો શું ખુલાસો છે?
ઉત્તર- સકષાય યોગ અને અકષાય યોગ એવા બે પ્રકારનો યોગ છે એમ ચોથા સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે, માટે સકષાય યોગમાં મિથ્યાત્વાદિનો સમાવેશ થઈ જાય છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com