________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા
અધ્યાય છઠ્ઠો
ભૂમિકા ૧. પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે અને તે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે-એમ પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં કહ્યું છે. બીજાથી પાંચમા અધ્યાય સુધીમાં જીવ અને અજીવ તત્ત્વનું વર્ણન કર્યું. આ અધ્યાયમાં તથા સાતમા અધ્યાયમાં આસ્રવ તત્ત્વનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આસવની વ્યાખ્યા પૂર્વે ૧૪ મા પાને આપી છે તે અહીં લાગુ પડે છે.
૨. સાત તવોની સિદ્ધિ
(બૃહત્ દ્રવ્યસંગ્રહ પા. ૭૧-૭૨ ના આધારે ) આ જગતમાં જીવ અને અજીવ દ્રવ્યો છે અને તેમના પરિણમનથી આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વો થાય છે. એ રીતે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે.
હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-હે ગુરુદેવ? (૧) જો જીવ તથા અજીવ એ બન્ને દ્રવ્યો એકાંતે (-સર્વથા) પરિણામી જ હોય તો તેમના સંયોગપર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે, અને (૨) જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્ય એવા બે જ પદાર્થો સિદ્ધ થાય છે. જો આમ છે તો આસ્રવાદિ તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે.
શ્રીગુરુ તેનો ઉત્તર કહે છે કે-જીવ અને અજીવ દ્રવ્યો “કથંચિત્ પરિણામી” હોવાથી બાકીનાં પાંચ તત્ત્વોનું કથન ન્યાયયુક્ત સિદ્ધ થાય છે.
(૧) “કથંચિત-પરિણામીપણું” તેનો શું અર્થ છે તે કહેવાય છે. જેમ સ્ફટિકમણિ છે તે જો કે સ્વભાવથી નિર્મળ છે તોપણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તોપણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળસ્વભાવ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધદ્રવ્યાર્થિક નથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com