________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૫૪ ]
[ મોક્ષશાસ્ત્ર ૫૨માનંદમય સ્વસંવેદન ગુણના બળથી હીયમાન થઈ જાય છે અને કર્મની સાથે બંધ થતો નથી તેમ જે પરમાણુમાં જઘન્ય ચીકાશ કે રુક્ષતા હોય છે તેને કોઈથી બંધ થતો નથી (હિંદી પ્રવચનસાર-ગાથા ૭૩, પા. ૨૨૮.)
(૩) શ્રી પ્રવચનસાર-અધ્યાય ૨, ગાથા ૭૧ થી ૭૬ સુધી તથા ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૧૪ તથા તે નીચેની ટીકા માં પુદ્દગલોમાં બંધ ક્યારે ન થાય અને ક્યારે થાય તે જણાવ્યું છે, માટે તે વાંચવું.
(૪) ચોત્રીસમા સૂત્રના સિદ્ધાંતો
(૧) દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી, પણ પોતામાં દ્વૈત-બેપણું થાય ત્યારે બંધ થાય છે. આત્મા એક-ભાવસ્વરૂપ છે, પરંતુ મોહ-રાગદ્વેષરૂપ પરિણમનથી દૈતભાવરૂપ થાય છે અને તેથી બંધ થાય છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭૫ની ટીકા.) આત્મા તેના ત્રિકાળી સ્વરૂપે શુદ્ધ ચૈતન્યમાત્ર છે. પર્યાય (વર્તમાન અવસ્થા) માં જો તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ આપે તો દ્વૈતપણું થતું નથી, તેથી બંધ થતો નથી-એટલે કે મોહ-રાગ-દ્વેષમાં અટકતો નથી. આત્મા મોહ-રાગ-દ્વેષમાં અટકે તે જ ખરો બંધ છે. અજ્ઞાનતાપૂર્વકના રાગદ્વેષ તે જ ખરેખર સ્નિગ્ધ અને રુક્ષપણાના સ્થાને હોવાથી બંધ છે. (જુઓ, ગુજરાતી પ્રવચનસાર ગાથા ૧૭૬ ની ટીકા.) એ પ્રમાણે આત્મામાં બેપણું થાય ત્યારે બંધ થાય છે અને તેનું નિમિત્ત પામીને દ્રવ્યબંધ થાય છે.
(૨) આ સિદ્ધાંત પુદ્દગલમાં લાગુ પડે છે. જો પુદ્દગલ પોતાના સ્પર્શમાં એક ગુણરૂપે પરિણમે તો તેને પોતામાં જ બંધની શક્તિ (ભાવબંધ) પ્રગટ નહિ હોવાથી બીજા પુદ્ગલ સાથે બંધ થતો નથી. પણ જો તે પુદ્ગલના સ્પર્શમાં બેગુણપણું આવે તો બંધની શક્તિ (ભાવબંધશક્તિ) હોવાથી બીજા ચાર ગુણ સ્પર્શવાળા સાથે બંધાય છે; આ દ્રવ્યબંધ છે. બંધ થવામાં બેપણું-દ્વૈત એટલો ભેદ હમેશાં રહેવો જ જોઈએ.
(૩) દૃષ્ટાંતઃ- દશમા ગુણસ્થાને સૂક્ષ્મસાંપરાય છે–જઘન્ય લોભ-કષાય છે તો પણ મોહકર્મનો બંધ થતો નથી. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ તથા પુરુષવેદ જે નવમા ગુણસ્થાને બંધાતો હતો તેની ત્યાં વ્યચ્છિત્તિ થઈ-એટલે કે તેનો બંધ ત્યાં અટક્યો. (જુઓ, અધ્યાય ૬, સૂત્ર ૧૪ ની ટીકા)
દૃષ્ટાંત ઉ૫૨થી સિદ્ધાંત:- (૧) જીવનો જઘન્ય લોભકષાય વિકાર છે પણ તે જઘન્ય હોવાથી કાર્માણવર્ગણાને લોભરૂપે પરિણમવામાં નિમિત્તકા૨ણ થયું નહિ. (૨) તે સમયે સંજ્વલન લોભકર્મની પ્રકૃતિ ઉદયરૂપ હોવા છતાં તેની જઘન્યતા નવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com