________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૪૬ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) દરેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે, એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદ્વાદ દ્વારા હ્યો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે; તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતા-ને ‘અર્પિત ’ કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને ‘અનર્પિત ' કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા છે એમ જ્ઞાની જાણે છે.
(૨) જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ વખતે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે ‘ અનિત્યતા ’કહી નથી પણ ગર્ભિત રાખી છે. તેમ જ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે ‘નિત્યતા' કહી નથી; કારણ કે બન્ને ધર્મો એકી સાથે કહી શકાતા નથી.
(૩) અર્પિત અને અનર્પિત કથનદ્વા૨ા અનેકાન્તસ્વરૂપ
અનેકાંતની વ્યાખ્યા આ પ્રમાણે છે-“એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમ કે જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે અર્થાત્ જે અસ્તિ છે તે જ નાસ્તિ છે; જે એક છે તે જ અનેક છે; જે નિત્ય છે તે જ અનિત્ય છે–વગેરે. (જુઓ, સમયસાર–ગુજરાતી પા. ૪૮૮ )
અર્પિત અને અનર્પિતનું સ્વરૂપ સમજવા માટે અહીં કેટલાક દષ્ટાંતોની જરૂર છે તે નીચે આપવામાં આવે છેઃ
,
૧. ‘જીવ ચેતન છે' એમ કહેતાં ‘જીવ અચેતન નથી' એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં ‘જીવ ચેતન છે' એ કથનઅર્પિત થયું અને ‘જીવ અચેતન નથી ' એ કથન અનર્પિત થયું.
૨. ‘અજીવ જડ છે' એમ કહેતાં ‘અજીવ ચેતન નથી ’ એમ તેમાં સ્વયં ગર્ભિતપણે આવી ગયું. આમાં પહેલું કથન અર્પિત છે અને તેમાં ‘અજીવચેતન નથી' એ ભાવ અનર્પિતપણે આવી ગયો એટલે કે કહ્યા વિના પણ તેમાં ગર્ભિત છે–એમ સમજી લેવું.
૩. ‘જીવ પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે સત્ છે' એમ કહેતાં તેમાં કહ્યા
વગર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com