________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૩૦ ]
[ ૩૪૩ વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે એમ ધ્રૌવ્ય ” શબ્દ છેલ્લો મૂકી બતાવ્યું.
(૮) પ્રશ્ન:- “યુ$' શબ્દ એક પદાર્થથી બીજા પદાર્થનું ભિન્નપણું બતાવે છેજેમ કે દંયુક્ત દંડી. આમ હોવાથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય દ્રવ્યથી ભિન્ન હોવાનું સમજાય છે, એટલે કે દ્રવ્યનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો દ્રવ્યમાં અભાવ આવે છે તેનો શું ખુલાસો છે?
ઉત્તર:- “યુ$' શબ્દ અભેદથી અપેક્ષા હોય ત્યાં પણ વપરાય છે, જેમકેસારયુક્ત સ્તંભ. અહીં “યુ$' શબ્દ અભેદનયથી કહ્યો છે. “યુ$' શબ્દ અહીં એકમેકતારૂપ અર્થમાં એમ સમજવું.
(૯) સત્ સ્વતંત્ર અને સ્વસહાયક હોવાથી ઉત્પાદ અને વ્યય પણ દરેક દ્રવ્યમાં સ્વતંત્રપણે થાય છે.
પ્રશ્ન- જીવમાં થતો વિકારી પર્યાય પરાધીન કહેવામાં આવે છે તેનું શું કારણ ?
ઉત્તર- વિકારી પર્યાય જીવ પોતે સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થ વડ કરે ત્યારે થાય છે. જો તેમ માનવામાં ન આવે તો દ્રવ્યનું લક્ષણ “સત્ય” સાબિત થાય નહિ અને તેથી દ્રવ્યનો નાશ થાય. જીવ પોતે સ્વતંત્રપણે પોતાના ભાવમાં પરને આધીન થાય છે, તેથી વિકારી પર્યાયને પરાધીન કહેવામાં આવે છે. “પદ્રવ્ય જીવને આધીન કરે છે તેથી વિકારી પર્યાય થાય છે” એમ માનવું તે ન્યાયસર નથી.
પ્રશ્ન:- “પરતું દ્રવ્યકર્મનું જોર હોય ત્યારે તો કર્મો જીવને આધીન કરી લે છે કેમ કે કર્મમાં મહાન શક્તિ છે.” શું તે માન્યતા સાચી છે?
ઉત્તર:- ના, તેમ નથી. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વક્ષેત્રમાં રહે છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ. આ નિયમ શ્રી સમયસારનાટકમાં આપવામાં આવ્યો છે. તે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે૧. અજ્ઞાનીઓના વિચારમાં રાગ-દ્વેષનું કારણ
-દોહરાકોઉ મૂરખ યોં કહે, રાગદોષ પરિનામા પુદ્ગલકી જોરાવરી, વરતે આતમરામ. || દુરા
જ્યૌ જ્યોં પુગ્ગલ બલ કરે, ધરિધરિ કર્મ જ ભેષા રાગ-દોષકૌ પરિનમન, ત્યોં ત્યોં હોઈ વિશેષતા ૬૩ના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com