________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ ઉપસંહાર ]
[ ૨૯૫ ઉપસંહાર આ ચોથા અધ્યાય સુધીમાં સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વનો અધિકાર પૂરો થાય
છે.
પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે એમ જણાવ્યું. બીજા જ સૂત્રમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી, તેમાં જણાવ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. પછી ચોથા સૂત્રમાં તત્ત્વોનાં નામ આપ્યાં અને સાત તત્ત્વો છે તે જણાવ્યું. સાત નામો હોવા છતાં બહુવચન નહિ વાપરતાં તત્ત્વ' એવું એકવચન વાપર્યું છે-તે એમ બતાવે છે કે તે સાતે તત્ત્વોનું રાગમિશ્રિત વિચાર વડે જ્ઞાન કર્યા પછી તે જ્ઞાન રોગરહિત કરવું જોઈએ, ત્યારે સમ્યગ્દર્શન પ્રગટે છે.
સૂત્ર ૫ તથા ૬ માં એ તત્ત્વોને નિક્ષેપ, પ્રમાણ તથા નયો વડે જાણવાનું બતાવ્યું છે, તેમાં સમભંગી પણ સમાઈ જાય છે. એ બધાને ટૂંકામાં સામાન્યપણે કહેવું હોય તો તત્ત્વોનું સ્વરૂપ જે અનેકાંતરૂપ છે તેનો ધોતક (કથનપદ્ધતિ) સ્યાદ્વાદ છે. તેનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ.
જીવનું યથાર્થ જ્ઞાન થવા માટે, સ્યાદ્વાદ પદ્ધતિથી એટલે કે નિક્ષેપ, પ્રમાણ, નય અને સપ્તભંગીથી જીવનું સ્વરૂપ ટૂંકામાં કહેવામાં આવે છે, તેમાં પ્રથમ સપ્તભંગી વડે જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે-સમભંગીનું સ્વરૂપ જીવમાં લાગુ પાડવામાં આવે છે:
સભંગી
[સ્યાત્ અતિ ચાત્ નાસ્તિ] જીવ છે” એમ કહેતાં જ જીવ જીવસ્વરૂપે છે અને જીવ જડસ્વરૂપે(અજીવસ્વરૂપે) નથી-એમ જ સમજી શકાય તો જ જીવને જાણો કહેવાય; એટલે કે “જીવ છે” એમ કહેતાં જ જીવ જીવસ્વરૂપે છે' એમ નક્કી થયું અને તેમાં
જીવ પરસ્વરૂપે નથી' એમ ગર્ભિત રહ્યું. વસ્તુના આ ધર્મને “સ્યાત્ અસ્તિ” કહેવામાં આવે છે, તેમાં “ચા” નો અર્થ “એક અપેક્ષાએ' એવો છે, અને
અસ્તિ” નો અર્થ છે” એમ થાય છે; આ રીતે સ્યાત્ અસ્તિનો અર્થ “પોતાની અપેક્ષાએ છે” એમ થાય છે, તેમાં સ્યાત્ નાસ્તિ” એટલે કે “પરની અપેક્ષાએ નથી' એમ ગર્ભિતપણે આવ્યું છે; આમ જે જાણે તેણે જ જીવનો “સાત્ અસ્તિ' ભંગ એટલે કે “જીવ છે” એમ સાચું જાણ્યું છે, પણ જે “પરની અપેક્ષાએ નથી ” એવું તેના લક્ષમાં ગર્ભિતપણે ન આવે તો જીવનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com