________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા (૧) ગતિ- અહીં “ગતિ ”નો અર્થ ગમન થાય છે; એક ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં જવું તે ગમન( ગતિ) છે. સોળમા સ્વર્ગથી આગળના દેવો પોતાનું વિમાન છોડી બીજે જતા નથી.
શરીર- શરીરનો વિસ્તાર તે શરીર. પરિગ્રહ- લોભકષાયના કારણે મમતા પરિણામ તે પરિગ્રહ છે. અભિમાન-માનકષાયના કારણે અહંકાર તે અભિમાન છે.
(૨) પ્રશ્ન- ઉપર ઉપરના દેવોને વિક્રિયા આદિની અધિકતાથી ગમન વગેરે વિશેષ હોવું જોઈએ છતાં તેની હીનતા કેમ કહી ?
ઉત્તરઃ- ગમનની શક્તિ તો ઉપર ઉપરના દેવોમાં વધારે છે, પણ અન્ય ક્ષેત્રમાં ગમન કરવાના પરિણામ અધિક નથી તેથી ગમન હીન છે એમ કહ્યું છે. સૌધર્મ-અશાનના દેવ ક્રીડાદિક નિમિત્તે મહાન વિષયાનુરાગથી વારંવાર અનેક ક્ષેત્રોમાં ગમન કરે છે. ઉપરના દેવોને વિષયની ઉત્કટ (આકરી, તીવ્ર ) વાંછાનો અભાવ છે તેથી તેઓની ગતિ હીન છે.
(૩) શરીરનું પ્રમાણ ચાલુ અધ્યાયના છેલ્લે કોષ્ટકમાં આપ્યું છે ત્યાંથી જાણી લેવું.
(૪) વિમાન, પરિવારાદિકરૂપ પરિગ્રહ તે ઉપર ઉપરના દેવોને ઓછો ઓછો હોય છે. કષાયના મંદપણાથી અવધિજ્ઞાનાદિમાં વિશુદ્ધતા વધે છે અને અભિમાન ઓછું હોય છે. જેને મંદ કષાય છે તે ઉપર ઉપર ઊપજે છે. (૫) શુભ પરિણામને લીધે થતા પુણ્યબંધથી કોણ ક્યાં ઊપજે
તેનો વિશેષ ખુલાસો કોણ ઊપજે?
ક્યાં ઊપજે? ૧. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ ભવનવાસી તથા વ્યંતર તરીકે; ૨. કર્મભૂમિના સંજ્ઞિ પર્યાપ્ત તિર્યંચ બારમા સ્વર્ગ પર્યત;
મિથ્યાષ્ટિ કે સાસાદાન
ગુણસ્થાનવાળા ૩. ઉપરનાતિર્યંચ-સમ્યગ્દષ્ટિ (સ્વયં- સૌધર્માદિથી અશ્રુત સ્વર્ગ પર્યત;
પ્રભાચળથી બહારના ભાગમાં રહેનારા)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com