________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૪ સૂત્ર ૧૬-૧૭-૧૮ ]
[ ૨૮૧ વૈમાનિક દેવોનું વર્ણન
વૈમાનિવા: અર્થ:- હવે વૈમાનિક દેવોનું વર્ણન શરૂ થાય છે.
ટીકા
વિમાન- જે સ્થાનમાં રહેવાવાળા દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે તે સ્થાનને વિમાન કહેવાય છે.
વૈમાનિક- તે વિમાનોમાં પેદા થતા દેવોને વૈમાનિક કહેવાય છે.
બધા થઈને ચોરાસી લાખ સતાણું હજાર ત્રેવીસ વિમાનો છે. તેમાં ઉતમ મંદિરો, કલ્પવૃક્ષો, વન, બાગ, વાવડી, નગર વગેરે અનેક પ્રકારની રચના હોય છે. તેના મધ્યસ્થાનમાં જે વિમાન છે તે ઇન્દ્રક વિમાન કહેવાય છે, તેની પૂર્વાદિ ચારે દિશામાં પંકિતરૂપ (સીધી લાઈનમાં) જે વિમાનો છે તે શ્રેણીબદ્ધ વિમાન કહેવાય છે, ચારે દિશાની વચ્ચે અંતરાળમાં-વિદિશાઓમાં જ્યાં ત્યાં વિખરાયેલાં ફૂલની માફક જે વિમાનો છે તેને પ્રકીર્ણક વિમાન કહેવાય છે. એ રીતે ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો છે. || ૧૬ IT.
વૈમાનિક દેવોના બે ભેદ
જ્યોપપન્ના: છત્પાતીતાWTો ૨૭ ના અર્થ- વૈમાનિક દેવોના બે ભેદ છે-૧. કલ્પો૫૫ન્ન અને ૨. કલ્પાતીત.
ટીકા
જેમાં ઇન્દ્રાદિ દસ પ્રકારના ભેદોની કલ્પના હોય છે એવા સોળ સ્વર્ગોને કલ્પ કહે છે અને તે કલ્પમાં જે દેવો પેદા થાય તેને કલ્પપપન્ન કહેવાય છે; તથા સોળમાં સ્વર્ગથી ઉપર જે દેવો પેદા થાય તેને કલ્પાતીત કહેવાય છે. || ૧૭ના
કલ્પોની સ્થિતિનો ક્રમ
ઉપર્યુપરિના ૨૮ાા અર્થ- સોળ સ્વર્ગના આઠ યુગલ, નવ રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર એ સર્વે વિમાનો ક્રમથી ઉપર ઉપર છે. IT ૧૮T
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com