________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૪ સૂત્ર ૮-૯ ]
[ ૨૭૫ ટીકા દેવોમાં સંતતિની ઉત્પત્તિ ગર્ભદ્વારા થતી નથી, તેમ જ વીર્ય અને બીજી ધાતુઓનું બનેલું શરીર તેમને હોતું નથી. તેમનું શરીર વૈકિયિક હોય છે. માત્ર મનની કામભોગરૂપ વાસના તૃપ્ત કરવાનો તેઓ આ ઉપાય કરે છે. તેનો વેગ ઉત્તરોત્તર મંદ હોવાથી થોડા જ સાધનોથી એ વેગ મટી જાય છે. નીચેના દેવોની વાસના તીવ્ર હોવાથી વીર્યસ્મલનનો સંબંધ નહિ હોવા છતાં પણ શરીર સંબંધ થયા વિના તેમની વાસના દૂર થતી નથી. તેનાથી આગળના દેવોમાં વાસના કંઈક મંદ હોય છે તેથી તેઓ આલિંગનમાત્રથી સંતોષ માને છે. આગળ આગળના દેવોની વાસના તેથી પણ મંદ હોવાથી રૂપ દેખવાથી તથા શબ્દ સાંભળવાથી જ તેમની વાસના શાંત થઈ જાય છે. તેથી આગળના દેવોને ચિંતવનમાત્રથી કામશાંતિ થઈ જાય છે. કામેચ્છા સોળમાં સ્વર્ગ સુધી છે, ત્યાર પછીના દેવોને કામેચ્છા ઉત્પન્ન જ થતી નથી. || છા
शेषाः स्पर्शरूपशब्दमन: प्रवीचाराः।।८।। અર્થ- બાકીનાં સ્વર્ગના દેવો દેવીઓના સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મનના વિચારોથી કામસેવન કરે છે.
ટકા
ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવો દેવાંગનાઓના સ્પર્શથી, પાંચમાથી આઠમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓનું રૂપ દેખવાથી, નવમાથી બારમાં સ્વર્ગ સુધીના દેવો દેવીઓના શબ્દ સાંભળવાથી અને તેરમાથી સોળમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓ સંબંધી મનના વિચારમાત્રથી તૃપ્ત થઈ જાય છે તેમની કામેચ્છા તેટલાથી શાંત થઈ જાય છે. || ૮
પરેડપ્રવીવાRI:૧ અર્થ- સોળમાં સ્વર્ગથી આગળના દેવો કામસેવન રહિત હોય છે. (તેમને કામેચ્છા જ ઉત્પન્ન થતી નથી તો પછી તેના પ્રતિકારનું શું પ્રયોજન?)
ટીકા (૧) આ સૂત્રમાં “પરે' શબ્દથી કલ્પાતીત (સોળમાં સ્વર્ગથી ઉપરના) સમસ્ત દેવોનો સંગ્રહ કરવામાં આવ્યો છે; તેથી એમ સમજવું કે અચુત (સોળમા ) સ્વર્ગની ઉપર નવ રૈવેયકના ૩O૯ વિમાન, નવ અનુદિશ વિમાન અને પાંચ અનુત્તર વિમાનમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com