________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭ર ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા દેવ = જે જીવ દેવગતિનામકર્મના ઉદયને વશ અનેક દ્વીપ, સમુદ્ર તથા પર્વતાદિ રમણીક સ્થાનોમાં કીડા કરે તેને દેવ કહેવાય છે. આ ના
પહેલા ત્રણ પ્રકારના દેવોની લેશ્યા
ભાવિતસ્ત્રિભુ પોતાંતનેશ્યા: ૨ાા અર્થ- પ્રથમના ત્રણ પ્રકારના નિકાયોમાં પીત સુધી અર્થાત્ કૃષ્ણ, નીલ, કાપોત અને પીત-એ ચાર વેશ્યા હોય છે.
ટીકા (૧) કૃષ્ણ = કાળી. નીલ = ગળીના રંગની. કાપોત = કાબરચીતરી. કબૂતરના રંગ જેવી. પીત = પીળી.
(૨) આ વર્ણન ભાવલેશ્યાનું છે. વૈમાનિક દેવોની ભાવલેશ્યાનું વર્ણન આ અધ્યાયના રરમાં સૂત્રમાં આપેલ છે. || ૨
ચાર નિકાય દેવોના પેટા ભેદો दशाष्टपंचद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यंताः।।३।।
અર્થ:- કલ્પોષપન્ન (સોળમાં સ્વર્ગ સુધી) દેવો પર્યત. તે ચાર પ્રકારના દેવોના ક્રમથી દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે.
ટીકા ભવનવાસીના દસ, વ્યંતરના આઠ, જયોતિષીના પાંચ અને કલ્પપપનના બાર ભેદ છે. [ કલ્પોપપન્ન તે વૈમાનિક જાતના જ છે.] | ૩ાા
ચાર પ્રકારના દેવોના સામાન્ય ભેદ ईद्रसामानिकत्रायस्त्रिंशपारिषदात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभि
योग्यकिल्विषिकाश्चैकशः।।४।। અર્થ:- ઉપર કહેલા ચાર પ્રકારના દેવોમાં દરેકના દસ ભેદ છે-૧. ઇન્દ્ર, ૨. સામાનિક, ૩. ત્રાયશ્ચિંશ, ૪. પારિષદ, ૫. આત્મરક્ષ, ૬. લોકપાળ, ૭. અનીક, ૮. પ્રકીર્ણક, ૯. આભિયોગ્ય અને ૧૦. કિલ્વિષિક.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com