________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૩ સૂત્ર ૩૬ ]
[ ૨૬૧
(૧૦) સાતમી રસઋદ્ધિનું સ્વરૂપ
રસઋદ્ધિના છ પ્રકાર છે-૧. આસ્યવિષ, ૨. દિવિષ, ૩. ક્ષીર, ૪. મધુસ્રાવી, પ.ધૃતસ્રાવી અને ૬. અમૃતસ્રાવી. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
પ્રકૃષ્ટ તપવાળા યોગી દાચિત્ ક્રોધી થઈ કહે કે ‘તું મરી જા,' તો તત્કાળ વિષ ચડીને મરી જાય તે આસ્યવિષરસઋદ્ધિ-૧. કદાચિત્ ક્રોધરૂપી દષ્ટ દેખી મરી જાય તે દૃષ્ટિવિષરસઋદ્વિ–૨. વીતરાગી મુનિને એવું સામર્થ્ય હોય કે તેઓ ક્રોધાદિકને પ્રાસન થાય અને તેમના હાથમાં આવેલ વિ૨સભોજન ક્ષી૨૨સરૂપે થઈ જાય તથા જેનું વચન દુર્બલને ક્ષીરની જેમ પુષ્ટ કરે તે ક્ષી૨૨સઋદ્ધિ-૩. ઉપ૨ના પ્રસંગમાં તે ભોજન મિષ્ટરસરૂપે પરિણમી જાય તે મધુસાવીસઋદ્ધિ-૪. તેમ જ તે ભોજનઘૃતરસરૂપે પરિણમી જાય તે ઋદ્ધિ ધૃતસ્ત્રાવીરસઋદ્ધિ-પ. તેમ જ તે ભોજન અમૃતરસરૂપે પરિણમી જાય તે અમૃતસ્રાવી૨સઋદ્ધિ-૬. આ પ્રમાણે છ પ્રકારની રસઋદ્ધિ છે. (૧૧) આઠમી ક્ષેત્રઋદ્ધિનું સ્વરૂપ
ક્ષેત્રઋદ્ધિ બે પ્રકારની છે-૧. અક્ષીણમહાન અને ૨. અક્ષીણમહાલય. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે:
લાભાંતરાયના પ્રકૃષ્ટ ક્ષયોપશમથી અતિ સંયમવાન મુનિને જે ભોજનમાંથી ભોજન આપે તે ભોજનમાંથી ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય ભોજન કરે તોપણ તે દિવસે ભોજનસામગ્રી ન ઘટે તે અક્ષીણમહાનક્ષેત્રઋદ્ધિ-૧. ઋદ્ધિસહિત મુનિ જે સ્થાનમાં બેસે ત્યાં દેવ, રાજા, મનુષ્યાદિક ઘણા આવીને બેસે તો પણ ક્ષેત્ર સાંકડું ન પડે, પરસ્પર બાધા ન થાય તે અક્ષીણમહાલયક્ષેત્રઋદ્ધિ છે. આ પ્રમાણે બે પ્રકારની ક્ષેત્રઋદ્ધિછે.
આ રીતે, પહેલાં આર્ય અને મ્લેચ્છ એવા મનુષ્યના બે ભેદ પાડયા હતા, તેમાંથી આર્યના ઋદ્ધિપ્રાપ્ત અને અવૃદ્ધિપ્રાપ્ત એવા બે ભેદ પાડયા હતા. તેમાંથી ઋદ્ધિપ્રાસઆર્યોની ઋદ્ધિના:ભેદોનું સ્વરૂપ કહ્યું; હવે અવૃદ્ધિપ્રાય આર્યોના ભેદ કહેવામાં આવે છે.
(૧૨) અવૃદ્ધિપ્રાય આર્ય
અવૃદ્ધિપ્રાય આર્યના પાંચ પ્રકાર છે–૧. ક્ષેત્રઆર્ય, ૨. જાતિઆર્ય, ૩. કર્મઆર્ય, ૪. ચારિત્રઆર્ય અને પ. દર્શનઆર્ય. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
૧. ક્ષેત્રઆર્યઃ- જે મનુષ્યો આર્યદેશમાં જન્મે તે ક્ષેત્રઆર્ય છે.
૨. જાતિઆર્ય:- જે મનુષ્યો ઈક્ષ્વાકુવંશ, ભોજવંશાદિકમાં જન્મે તે જાતિઆર્ય છે. ૩. કર્મઆર્યઃ- તેના ત્રણ પ્રકાર છે-સાવધકર્મ આર્ય, અલ્પસાવધકર્મઆર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com