________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૦ ]
[ મોક્ષશાસ્ત્ર
નોંધઃ- સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. તપઋદ્ધિના પાંચમા અને છઠ્ઠા ભેદોમાં અનેક પ્રકારના રોગવાળું શરીર કહ્યું છે તે ઉ૫૨થી એમ સિદ્ધ થાય છે કે-શરી૨ પ૨વસ્તુ છે, ગમે તેવું ખરાબ હોય તોપણ આત્માને સત્ય પુરુષાર્થ કરવામાં તે બાધક થતું નથી.‘શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ થઈ શકે' એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે.
(૮) પાંચમી બળઋદ્ધિનું સ્વરૂપ
બળઋદ્ધિના ત્રણ પ્રકાર છે-૧. મનોબળઋદ્ધિ, ૨. વચનબળઋદ્ધિ અને ૩. કાયબળઋદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે –પ્રકર્ષ પુરુષાર્થથી મનઃશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્રુત અર્થના ચિંતવનનું સામર્થ્ય તે મનોબળઋદ્ધિ-૧. અતિશય પુરુષાર્થથી મન-ઇંદ્રિયશ્રુતાવરણ તથા જિાશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સકળશ્રુતનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય હોવું તથા નિરંતર ઉચ્ચસ્વરથી બોલતાં ખેદ ઊપજે નહિ, કંઠ કે સ્વરભંગ થાય નહી તે વચનબળઋદ્ધિ-૨. વીર્યંતરાયના ક્ષયોપશમથી અસાધારણ કાયબળ પ્રગટે અને એક માસ, ચાર માસ કે બાર માસ પ્રતિમાયોગ ધારણ કરતાં ખેદરૂપ ન થાય તે કાયબળઋદ્ધિ -૩.
(૯) છઠ્ઠી ઔષધઋદ્ધિનું સ્વરૂપ
ઓષધ ઋદ્ધિ આઠ પ્રકા૨ની છેઃ- ૧. આમર્ષ, ૨. ક્ષેલ, ૩. જળ, ૪. મળ, પ. વિટ, ૬. સર્વ, ૭. આસ્યાવિષ અને ૮. દૃષ્ટિવિષ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
અસાધ્ય રોગ હોય તોપણ જેના હાથ-ચરણાદિનો સ્પર્શ થતાં જ સર્વ રોગ જાય તે આમર્ષઔષધઋદ્ધિ-૧. જેનાં થૂંક, લાળ, કાદિનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે ક્ષેલ ઔષધઋદ્વિ–૨. જેના દેહના પરસેવાનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે જળઔષધઋદ્ધિ છે-૩. જેનાં કાન, દાંત નાક અને નેત્રનો મળ જ સર્વરોગનું નિરાકરણ કરવામાં સમર્થ હોય તે મળઔષધિઋદ્ધિ-૪. જેનો વીટ-ઝાડો તથા મૂત્ર જ ઔષધરૂપ હોય તે વીટઔષધઋદ્ધિ-પ. જેના અંગ-ઉપાંગ, નખ, દાંત, કેશાદિકનો સ્પર્શ થતાં જ સમસ્ત રોગને હરે તે સર્વોષધઋદ્ધિ-૬. તીવ્ર ઝેરમાં મળેલો આહાર પણ જેના મુખમાં જતાં ઝેર રહિત થઈ જાય તથા વિષથી વ્યાપ્ત જીવનું ઝેર જેના વચનથી જ ઉતરી જાય તે આસ્યવિષઔષધઋદ્ધિ. ૭–જેને દેખવાથી મહાન વિષધારી જીવનું વિષ જતું રહે તથા કોઈને ઝેર ચડયું હોય તો તે ઉતરી જાય-એવી ઋદ્ધિ તે દષ્ટિવિષઋદ્ધિ છે– ૮. આ પ્રમાણે આઠ પ્રકારની ઓષધઋદ્ધિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com