________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૩ સૂત્ર ૩૫-૩૬ ]
[ ૨૫૫
મનુષ્ય ક્ષેત્ર प्राङ्मानुषोत्तरान्मनुष्याः ।। ३५ ।।
અર્થ:- માનુષોત્તર પર્વત સુધી એટલે કે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે માનુષોત્ત૨ પર્વતથી આગળ ઋદ્ધિધારી મુનીશ્વર કે વિધાધરો પણ જઈ શકતા નથી. ટીકા
(૧) જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાá એ ક્ષેત્ર અઢી દ્વીપ છે, તેનો વિસ્તા૨ ૪૫ લાખ યોજન છે.
(૨) કેવળ સમુદ્દઘાત અને મા૨ણાંતિક સમુદ્દાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપ બહાર જઈ શકે નહિ.
(૩) આગળ ચાલતાં આઠમો નંદીશ્વરદ્વીપ છે, તેમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ પર્વત, સોળ દધિમુખ પર્વત અને બત્રીસ રતિકર પર્વત છે. તે ઉપર મધ્યભાગમાં જિનમંદિરો છે. નંદીશ્વરદ્વીપમાં એવાં બાવન જિનમંદિરો છે. બારમો કુંડલવરદ્વીપ છે. તેમાં ચાર દિશાનાં મળીને ચા૨ જિનમંદિરો છે. તેરમો રુચકવર નામનો દ્વીપ છે. તેની વચમાં રુચક નામનો પર્વત છે, તે પર્વત ઉ૫૨ ચારે દિશામાં થઈને ચા૨ જિનમંદિરો છે; ત્યાં દેવો જિનપૂજન માટે જાય છે; એ પર્વત ઉપર અનેક કૂટ છે. તેમાં અનેક દેવીના નિવાસ છે; તે દેવીઓ તીર્થંકરપ્રભુના ગર્ભ અને જન્મકલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારની સેવા કરે છે. ।। ૩૫।।
મનુષ્યોના ભેદ આર્યા મલેચ્છાથ।। રૂદ્।।
અર્થ:- આર્ય અને મલેચ્છ એવા ભેદથી મનુષ્યો બે પ્રકારના છે. ટીકા (૧) આર્યના બે પ્રકાર છે-ઋદ્ધિપ્રાસઆર્ય અને અવૃદ્ધિપ્રાસઆર્ય. ઋદ્ધિપ્રાસઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તે.
–
—
અવૃદ્ધિપ્રાસઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે.
–
–
ઋદ્ધિપ્રાસઆર્ય
૧
(૨) ઋદ્ધિપ્રાસઆર્યના આઠ પ્રકા૨ છે બુદ્ધિ, ૨-ક્રિયા, ૩–વિક્રિયા, ૪-તપ, ૫-બળ, ૬–ઔષધ, ૭–૨સ, અને ૮-ક્ષેત્ર. આ આઠ ઋદ્ધિઓનું સ્વરૂપ કહેવાય છે.
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com