________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ]
[ મોક્ષશાસ્ત્ર મહાપદ્માદિ સરોવરો તથા તેમાંનાં કમળનું પ્રમાણ
तदद्विगुणद्विगुणा हृदा पुष्कराणि च।।१८।। અર્થ- આગળનાં સરોવરો તથા તેમાંનાં કમળ, પહેલા સરોવર તથા કમળથી,કમે બમણા બમણા વિસ્તારવાળાં છે.
ટીકા આ બમણા બમણાનો ક્રમ તિગિંચ્છ નામના ત્રીજા સરોવર સુધી છે. પછી તેની આગળના ત્રણ સરોવરો તથા તેમાંનાં કમળ દક્ષિણના સરોવર અને કમળો સમાન વિસ્તારવાળાં છે. / ૧૮
છ કમળોમાં રહેનાર છ દેવીઓ तन्निवासिन्यो देव्यः श्रीहीधृतिकीर्तिबुद्धिलक्ष्म्यः पल्योपमस्थितयः
ससामानिकपरिषत्काः ।।१९।। અર્થ- એક પલ્યોપમના આયુષ્યવાળી અને સામાનિક તથા પારિષદ જાતના દેવો સહિત શ્રી, ઠ્ઠી વૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીઓ ક્રમથી એ કમળો પર નિવાસ કરે છે.
ટીકા
ઉપર કહેલાં કમળોની કર્ણિકાના મધ્યભાગમાં એક કોસ લાંબું, અર્ધી કોસ પહોળું અને એક કોસથી કાંઈક ઓછું ઊંચું સફેદ રંગનું ભવન છે તેમાં તે દેવીઓ રહે છે અને તે તળાવોમાં જે અન્ય પરિવાર કમળ છે તે ઉપર સામાનિક તથા પારિષદ દેવો રહે છે. | ૧૯ાા
ચૌદ મહા નદીઓનાં નામ गंगासिंधुरोहिद्रोहितास्याहरिद्धरिकान्तासीतासीतोदा नारीनरकान्तासुवर्णरूप्यकूलारक्तारक्तोदाः सरितस्तन्मध्यगाः।।२०।।
અર્થ - (ભારતમાં) ગંગા-સિંધુ, (હૈમવતમાં) રોહિત-રોહિતાસ્યા, (હરિક્ષેત્રમાં) હરિત-રિકાન્તા, ( વિદેહમાં) સીતા-સતોદા, (રમ્પકમાં) નારીનરકાન્તા, (હૈરણ્યવતમાં) સુવર્ણકૂલા-રૂ...કૂલા અને (ઐરાવતમાં) રક્તા-રક્તદા એ પ્રમાણે જંબુદ્વીપનાં ઉપર કહેલાં સાત ક્ષેત્રોમાં ચૌદ નદીઓ વચમાં વહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com