________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૬ ] તે તે ભૂમિકાના સંબંધમાં જાણવા યોગ્ય નિમિત્તકારણ કેવું હોય છે, તેનું યથાર્થ જ્ઞાન કરાવવાને માટે છે.
જે કોઈ જીવ ગુણસ્થાન અનુસાર યથાયોગ્ય સાધક ભાવ, બાધકભાવ અને નિમિત્તોને યથાર્થ ન જાણે તેનું જ્ઞાન મિથ્યા છે, કારણ કે તે સંબંધમાં સાચા જ્ઞાનના અભાવમાં અજ્ઞાની એમ કહે છે કે ભાવલિંગી મુનિપણું નગ્ન દિગંબર દશામાં જ હોવું જોઈએ એવું એકાન્ત નથી અર્થાત્ વસ્ત્ર સહિત મુનિપદ હોય તો બાધા નથી પણ તેની એ વાત મિથ્યા જ છે, કારણ કે ભાવલિંગી મુનિને તે ભૂમિકામાં પ્રથમના ત્રણ જાતિના કષાયોનો અભાવ હોય છે. અને સર્વ સાવધયોગ (-પાપક્રિયા) ના ત્યાગ સહિત ૨૮ મૂલગુણોનું પાલન હોય છે તેથી તેને વસ્ત્રના સંબંધવાળો રાગ અથવા તે પ્રકારનો શરીરનો રાગ કદી હોતો જ નથી એવો નિરપવાદ નિયમ છે. વસ્ત્ર રાખીને પોતાને જૈનમુનિ માનનારને શાસ્ત્રમાં નિગોદગામી કહ્યા છે. એ પ્રમાણે ગુણસ્થાનાનુસાર ઉપાદાન નિમિત્ત બન્નેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સાધક જીવનું જ્ઞાન એવું જ હોય છે કે જે તે તે ભેદને જાણતું થયું પ્રગટ થાય છે. સમયસાર શાસ્ત્રમાં ગા. ૧રમાં માત્ર આ હેતુથી વ્યવહારનયને તે કાળે જાણવાને માટે પ્રયોજનવાન છે એમ બતાવ્યું છે. એ રીતે બને નયો જ્ઞાન કરવા માટે ઉપાદેય છે, પણ આશ્રય લેવા માટે નિશ્ચયનય ઉપાદેય અને વ્યવહારનય હેય છે. સ્વ. શ્રી દીપચંદજીકૃત જ્ઞાનદર્પણમાં પૃ. ૨૯-૩૦, માં કહ્યું છે કે
યાહી જગમાંહી જ્ઞય ભાવકો લખૈયા જ્ઞાન, તાકૌ ધરિ ધ્યાન આન કાહે પર હે હે | પરકે સંયોગ તેં અનાદિ દુઃખ પાએ અબ, દેખિ તૂ સંભારિ જો અખંડ નિધિ તેરે હૈ | વાણી ભગવાનકી કૌ સકલ નિચૌર યહૈ, સર્મસાર આપ પુન્ય પાપ નાહી નેરે હૈ | યાતેં યહ ગ્રન્થ શિવ પંથ કો સવૈયા મહા, અરથ વિચારિ ગુરુદેવ યૌ પરે રહેં || ૮૫ના વ્રત તપ શીલ સંયમાદિ ઉપવાસ ક્રિયા, દ્રવ્ય ભાવરૂપ દોઉ બંધકો કરતુ હૈ | કરમ જનિત તાતેં કરમકો હેતુ મહીં, બંધ હી કો કરે મોક્ષ પંથકો હરતુ હું ! આપ જૈસો કોઈ તક આપકે સમાન કરે, બંધ હી કૌ મૂલ યાર્ને બંધક ભરતુ હૈ |
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com