________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
[ મોક્ષશાસ્ત્ર (૩) જે વખતે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં તીર્થકર ભગવાનની, કેવળીની કે શ્રુતકેવળીની વિદ્યમાનતા ન હોય અને તેના વિના મુનિનું સમાધાન થઈ શકે નહિ ત્યારે મહાવિદેહક્ષેત્રમાં જ્યાં તીર્થકર ભગવાન વગેરે બિરાજમાન હોય ત્યાં તે (ભરત કે ઐરાવતક્ષેત્રના) મુનિનું આહારક શરીર જાય; ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર ભગવાનાદિ હોય ત્યારે તે નજીકના ક્ષેત્રે જાય છે. મહાવિદેહમાં તીર્થકરો ત્રણેકાળ હોય છે તેથી ત્યાંના મુનિને તેવો પ્રસંગ આવે તો તેમનું આહારક શરીર તે ક્ષેત્રના તીર્થકરાદિ પાસે જાય છે.
(૪) ૧-દેવો અનેક વૈક્રિયિકશરીર કરી શકે છે, મૂળ શરીરસહિત દેવ સ્વર્ગલોકમાં વિદ્યમાન રહે અને વિક્રિયા વડે અનેક શરીર કરી બીજા ક્ષેત્રમાં જાય છે. કોઈ સામર્થ્યધારક દેવ પોતાનાં એક હજાર રૂપો કરી શકે છે, તે હજારે શરીરોમાં તે દેવના આત્માના પ્રદેશો છે. મૂળ વૈક્રિયિકશરીર જઘન્ય દસ હજાર વર્ષ સુધી રહે છે, અગર વધારે જેટલું આયુષ્ય હોય તેટલો કાળ રહે છે. ઉત્તરક્રિયિકશરીરનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે. તીર્થકર ભગવાનના જન્મ વખતે તથા નંદીશ્વરાદિકનાં જિનમંદિરોની પૂજા માટે દેવો જાય છે ત્યારે વારંવાર વિક્રિયા કરે છે.
૨-પ્રમત્તસંયત મુનિનું આહારકશરીર દૂર ક્ષેત્ર વિદેહાદિકમાં જાય છે. ૩-તૈજસશરીર બાર જોજન (૪૮ ગાઉ) જાય છે.
૪–આત્મા અખંડ છે, તેના ખંડ થતા નથી. આત્માના અસંખ્યાત પ્રદેશો છે તે કાર્મણશરીર સાથે નીકળે છે. મૂળ શરીર તો કેવું છે તેવું જ બન્યું રહે છે, અને તેમાં પણ દરેક સ્થળે આત્માના પ્રદેશો રહે જ છે.
(૫) જેમ અન્નને પ્રાણ કહેવા તે ઉપચાર છે તેમ આ સૂત્રમાં આહારક શરીરને “શુભ' કહેલું છે તે પણ ઉપચાર છે. બન્ને સ્થાનોમાં કારણમાં કાર્યનો ઉપચાર ( અર્થાત્ વ્યવહાર) કરવામાં આવ્યો છે. જેમ અન્નનું ફળ પ્રાણ છે તેમ શુભનું ફળ આહારકશરીર છે તેથી આ ઉપચાર છે. || ૪૯
લિંગ અર્થાત્ વેદના સ્વામી
नारकसम्मूर्च्छिनो नपुंसकानि।।५० ।। અર્થ - [જારવ સમૂર્શિની ] નારકી અને સન્મુશ્કેન જન્મવાળા [ નપુંસવાનિ] નપુંસક હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com