________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રરર ]
[ મોક્ષશાસ્ત્ર ટીકા પ્રશ્ન:- શરીર તો જડ પુદ્ગલ દ્રવ્ય છે અને આ અધિકાર જીવનો છે, છતાં તેમાં આ વિષય કેમ લીધો છે?
ઉત્તરઃ- જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવો હોય ત્યારે તેને કેવા કેવા પ્રકારનાં શરીરો સાથે એકત્રાવગાહ સંબંધ હોય તે બતાવવા માટે શરીરોનો વિષય અહીં (આ સૂત્રમાં તેમ જ આ અધ્યાયના બીજાં કેટલાંક સૂત્રોમાં) લીધો છે. આ ૪૫
વૈક્રિયિકશરીરનું લક્ષણ
औपपादिकं वैक्रियिकम्।।४६।। અર્થ- [ ગોપપાવિમ] ઉપપાદ જન્મવાળા એટલે કે દેવ અને નારકીઓનાં શરીર [વિઝિયિન્] વૈકિયિક હોય છે.
નોંધ:- ઉપપદ જન્મનો વિષય સૂત્ર ૩૪ માં અને વૈક્રિયિક શરીરનો વિષય સૂત્ર ૩૬ માં આવી ગયો છે, તે સૂત્રો તથા તેની ટીકા અહીં પણ વાંચવી. | ૪૬ IT દેવ અને નારકી સિવાય બીજાને વૈક્રિયિક શરીર હોય કે નહિ?
लब्धिप्रत्ययं च।। ४७।। અર્થ:- વૈક્રિયિક શરીર [નશ્ચિપ્રત્યયં ૨] લબ્ધિનૈમિત્તિક પણ હોય છે.
ટીકા વૈક્રિયિક શરીર ઊપજવામાં ઋદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી ઋદ્ધિને “લબ્ધિ” કહેવામાં આવે છે. પ્રત્યય ”નો અર્થ નિમિત્ત થાય છે. કોઈ તિર્યંચને પણ વિક્રિયા હોય છે, વિક્રિયા તે શુભભાવનું ફળ છે, પણ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ શુદ્ધભાવ છે, શુભભાવનું ફળ બાહ્યસંયોગ છે. મનુષ્ય તથા તિર્યંચનું વૈક્રિયિક શરીર દેવ તથા નારકીના શરીરથી જાદી જાતનું છે; ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે. ( જાઓ, સૂત્ર ૩૬ તથા ૪૩ ની ટીકા )પા ૪૭ વૈક્રિયિક સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે?
તૈનસમપિતા ૪૮ાા અર્થ -[ તૈનસમૂ ] તેજસશરીર [ પ ] પણ લબ્ધિનિમિત્તક છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com