________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર જન્મના ભેદ સમૂર્ઝન : જન્માા રૂતા અર્થ- [સમૂર્છાનાર્મહાપાવા:] સમૂશ્કેન, ગર્ભ અને ઉપપાદ એવા ત્રણ પ્રકારના [ બન્મ] જન્મ હોય છે.
ટીકા
(૧) જન્મઃ- નવીન શરીર ધારણ કરવું તે જન્મ છે.
સમૂર્ઝન જન્મ- પોતાના શરીરને યોગ્ય પુદ્ગલો દ્વારા, માતા-પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમૂર્ઝન જન્મ કહે છે.
ગર્ભ જન્મ:- સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી જે જન્મ( conception) થાય તેને ગર્ભજન્મ કહે છે.
ઉપપાદ જન્મઃ- માતા-પિતાના રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિતસ્થાનવિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. આ ઉપપાદ જન્મવાળું શરીર વૈક્રિયિક રજકણોનું બને છે.
(૨) સમન્વત:+મૂર્ચ્છ– એ વડે સમૂર્ઝન શબ્દ બન્યો છે; તેમાં સમન્વત: નો અર્થ “ચારે બાજુ'–અથવા જ્યાં-ત્યાં થાય છે અને મૂર્ઝન નો અર્થ “શરીરનું બની જવું” એવો થાય છે.
(૩) જીવ અનાદિ-અનંત છે એટલે તેને જન્મ-મરણ હોતાં નથી, પણ અનાદિથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા (મિથ્યાદર્શન) હોવાથી તેને શરીર સાથે એક ક્ષેત્રાવગાહસંબંધ થાય છે અને અજ્ઞાનથી શરીરને પોતાનું માને છે. વળી શરીરને હું હુલાવી-ચલાવી શકું, શરીરની ક્રિયા હું કરી શકું એ વગેરેથી ઊંધી માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે, તે વિકારભાવ હોય ત્યાં સુધી જીવને નવાં નવાં શરીરો સાથે સંબંધ થાય છે. તે નવા શરીરના સંબંધને (સંયોગને) જન્મ કહે છે અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે તેમાં જીવનો કષાયભાવ નિમિત્ત છે. || ૩૧TI
યોનિઓના ભેદ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः।। ३२।। અર્થ - [સતિ શીત સંવૃતા:] સચિત્ત, શીત, સંવૃત્ત [સેતYI] તેનાથી ઊલટી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com