________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૩૦ ]
[ ૨૧૩ ટીકા (૧) જે સમયે જીવનો એક શરીર સાથેનો સંયોગ બંધ પડ્યો તે જ સમયે, જો જીવ અવિગ્રગતિને લાયક હોય તો, બીજા ક્ષેત્રે રહેલા બીજા શરીરને લાયક પુદ્ગલો સાથે (શરીર સાથે) સંબંધ શરૂ થાય છે. મુક્ત જીવોને પણ સિદ્ધગતિમાં જતાં એક જ સમય લાગે છે. આ ગતિ સીધી લાઈનમાં જ હોય છે.
(૨) એક પુદ્ગલને ઉત્કૃષ્ટ ઝડપથી ગતિ કરતાં ચૌદ રાજલોક અર્થાત્ લોકના એક છેડેથી બીજા છેડા સુધી (સીધી લાઈનમાં ઉપર કે નીચે) જતાં એક સમય જ લાગે છે. | ૨૯
વિગ્રહગતિમાં આહારક-અનાહારકની વ્યવસ્થા
एकं द्वौ त्रीन्वानाहारकः ।। ३०।। અર્થ - વિગ્રગતિમાં [ ક વા ત્રીન] એક, બે અથવા ત્રણ સમય સુધી [બનાIR] જીવ અનાહારક હોય છે.
ટીકા (૧) આહાર- દારિક, વૈક્રિયિક અને આહારક શરીર તથા છ પર્યાતિને યોગ્ય પુદ્ગલપરમાણુઓના ગ્રહણને આહાર કહેવામાં આવે છે.
(૨) ઉપર કહેલા આહારને જીવ જ્યાં સુધી ગ્રહણ નથી કરતો ત્યાં સુધી તે અનાહારક કહેવાય છે. સંસારી જીવ અવિગ્રહગતિમાં આહારક હોય છે પરંતુ એક, બે કે ત્રણ મોડાવાળી ગતિમાં એક, બે કે ત્રણ સમય સુધી અનાહારક રહે છે; ચોથા સમયે નિયમથી આહારક થઈ જાય છે.
(૩) એ વાત લક્ષમાં રાખવાની કે આ સૂત્રમાં નોકર્મની અપેક્ષાએ અનાહારકપણું કહ્યું છે. કર્મગ્રહણ તથા તૈજસપરમાણુનું ગ્રહણ તેરમાં ગુણસ્થાન સુધી હોય છે. જો આ કર્મ અને તૈજસ પરમાણુના ગ્રહણને આહારકપણું ગણવામાં આવે તો તે અયોગી ગુણસ્થાને હોતું નથી.
(૪) વિગ્રહગતિ સિવાયના વખતમાં જીવ દરેક સમયે નોકર્મરૂપ આહાર કરે છે.
(૫) અહીં આહાર, અનાહાર અને ગ્રહણ શબ્દો વાપર્યા છે તે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે છે. ખરી રીતે (નિશ્ચયદષ્ટિએ) આત્માને કોઈપણ સમયે કોઈ પણ પરદ્રવ્યનાં ગ્રહણ કે ત્યાગ હોતાં નથી, પછી તે નિગોદમાં હો કે સિદ્ધ હો !ા ૩Oા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com