________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર ]
[ મોક્ષશાસ્ત્ર ચતુષ્ટયની સાથે રહેલી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધ પરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે તેને ક્ષાયિકભાવ પણ કહેવાય છે.
૩. લાયોપશમિકભાવ- આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે, અને ક્ષાયોપથમિકભાવ તે આત્માનો પર્યાય છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે, તેની લાયકાત પ્રમાણેના ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહે છે પરંતુ સમયે સમયે બદલીને રહે છે.
૪. ઔદયિકભાવ- કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકારભાવ આત્મા કરે છે તે દયિકભાવ છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે.
૫. પરિણામિકભાવ- “પારિણામિક” એટલે સહજ સ્વભાવ; ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિકભાવ છે. પારિણામિકભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિકભાવ છે. “પારિણામિક' કહેતાં જ પરિણમે છે' એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે કે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે, આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષપર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પરિણામિકભાવ કહે છે.
૬ જેનો નિરંતર સદ્દભાવ રહે તેને પરિણામિકભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિકભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિકભાવ છે, કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિકભાવ છે. જ્ઞાન, દર્શન અને વીર્યગુણની અવસ્થામાં પથમિકભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો-(દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિકભાવ છે.
(૨) આ પાંચ ભાવો શું બતાવે છે? આ પાંચ ભાવો નીચેની બાબતો સિદ્ધ કરે છે:૧. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે એમ પારિણામિકભાવ સાબિત
કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com