________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ]
[ મોક્ષશાસ્ત્ર અહીં દ્રવ્યયુતિ ત્રણ પ્રકારની છે-જીવવુતિ, પુદ્ગલયુતિ અને જીવ-પુદ્ગલયુતિ. એમાંથી એક કુળ, ગામ, નગર, બિલ (-દર), ગુફા કે જંગલમાં જીવોનું મળવું તે જીવયુતિ છે. પવનને લીધે હાલતાં પાંદડાંઓની જેમ એક સ્થાનમાં પુદ્ગલોનું મળવું તે પુગલયુતિ છે. જીવ અને પુદ્ગલોનું મળવું તે જીવ-પુદ્ગલયુતિ છે. અથવા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ એમના એક વગેરેના સંયોગ દ્વારા દ્રવ્યયુતિ ઉત્પન્ન કરાવવી જોઈએ. જીવાદિ દ્રવ્યોનું નારકાદિ ક્ષેત્રો સાથે મળવું તે ક્ષેત્રયુતિ છે. તે જ દ્રવ્યોનો દિવસ, મહિના, વર્ષ આદિ કાળ સાથેનો જે મિલાપ તે કાળયુતિ છે. ક્રોધ, માન, માયા અને લોભાદિક સાથે તેમનો મિલાપ થવો તે ભાવયુતિ છે. ત્રિકાળવિષયક આ સર્વ યુતિઓના ભેદોને તે ભગવાન જાણે છે.
છ દ્રવ્યોના અનુભાગ તથા ઘટોત્પાદનરૂપ અનુભાગને પણ જાણે છે
છ દ્રવ્યોની શક્તિનું નામ અનુભાગ છે. તે અનુભાગ છ પ્રકારનો છેજીવાનુભાગ, પુદ્ગલાનુભાગ, ધર્માસ્તિકાયાનુભાગ, અધર્માસ્તિકાયાનુભાગ, આકાશાસ્તિકાયાનુભાગ અને કાળદ્રવ્યાનુભાગ. એમાંથી સર્વ દ્રવ્યોનું જાણવું તે જીવાનુભાગ છે. જ્વર, કુષ્ઠ અને ક્ષયાદિનો વિનાશ કરવો અને તેમને ઉત્પન્ન કરવા તેનું નામ પુદ્ગલાનુભાગ છે. યોનિ પ્રાભૃતમાં કહેલા મંત્ર-તંત્રરૂપ શક્તિઓનું નામ પુદ્ગલાનુભાગ છે, એમ અહીં ગ્રહણ કરવું જોઈએ. જીવ અને પુદ્ગલોના ગમન અને આગમનમાં હેતુ થવું તે ધર્માસ્તિકાયાનુભાગ છે. તેમના જ અવસ્થાનમાં હેતુ થવું તે અધર્માસ્તિકાયાનુભાગ છે. જીવાદિ દ્રવ્યોનો આધાર થવું તે આકાશાસ્તિકાયાનુભાગ છે. અન્ય દ્રવ્યોના ક્રમ અને યુગપદ્ પરિણામમાં હેતુ થવું તે કાળદ્રવ્યાનુભાગ છે. એ જ રીતે દ્વિસંયોગાદિ રૂપે અનુભાગનું કથન કરવું જોઈએ. જેમકે-માટીનો પિંડ, દંડ, ચક્ર, ચીવર, જળ અને કુંભાર આદિનો ઘટોત્પાદનરૂપ અનુભાગ. એ અનુભાગને પણ જાણે છે. તર્ક, કળા, મન, માનસિક જ્ઞાન અને મનથી ચિંતિત
પદાર્થોને પણ જાણે છે તર્ક, હેતુ અને જ્ઞાપક, એ એકાર્યવાચી શબ્દો છે. એને પણ જાણે છે. ચિત્રકર્મ અને પત્રછેદન આદિનું નામ કળા છે. કળાને પણ તેઓ જાણે છે. મનોવર્ગણાથી બનેલ હૃદય-કમળનું નામ મન છે. અથવા મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને મને કહ્યું છે. મન વડે ચિંતિત પદાર્થોનું નામ માનસિક છે. તેમને પણ જાણે છે. ભક્ત, કૃત, પ્રતિસેવિત, આદિકર્મ, અરહ:કર્મ, સર્વ લોક, સર્વ જીવો
અને સર્વ ભાવોને સમ્યક પ્રકારે યુગપદ જાણે છે રાજ્ય અને મહાવ્રતાદિનું પરિપાલન કરવું તેનું નામ ભક્તિ છે. તે ભક્તને જાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com