________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૫ ]
[ ૧૬૧ રહેનાર અનંતાનંત નિગોદના જીવોને જે પરસ્પર બંધ છે તે જીવબંધ કહેવાય છે. બે ત્રણ વગેરે પુગલોનો જે સમવાય સંબંધ થાય છે તે પુદ્ગલબંધ કહેવાય છે. તથા ઔદારિક વર્ગણાઓ, વૈકિયિક વર્ગણાઓ, આહારક વર્ગણાઓ, તૈજસ વર્ગણાઓ અને કાર્માણ વર્ગણાઓ એનો અને જીવોનો જે બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. જે કર્મના કારણે અનંતાનંત જીવ એક શરીરમાં રહે છે તે કર્મનું નામ જીવબંધ છે. જે સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણોને લીધે પુગલોનો બંધ થાય છે તેનું નામ પુગલ બંધ છે. જે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિન નિમિત્તે જીવ અને પુદ્ગલોનો બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. આ બંધને પણ તે ભગવાન જાણે છે.
મોક્ષઋદ્ધિ, સ્થિતિ તથા યુતિ અને તેમના કારણો પણ જાણે છે
છૂટવાનું નામ મોક્ષ છે, અથવા જેના દ્વારા કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ ત્રણ પ્રકારનો છે-જીવમોક્ષ, પુદ્ગલમોક્ષ અને જીવ-પુદ્ગલમોક્ષ.
એ જ પ્રમાણે મોક્ષના કારણો પણ ત્રણ પ્રકારના કહેવા જોઈએ. બંધ, બંધનું કારણ, બંધ પ્રદેશ, બદ્ધ અને બધ્યમાન જીવ અને પુદ્ગલ તથા મોક્ષ, મોક્ષનું કારણ, મોક્ષપ્રદેશ, મુક્ત અને મુશ્યમાન જીવ અને પુદ્ગલ આ સર્વ ત્રિકાળવિષયક પદાર્થોને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
ભોગ અને ઉપભોગરૂપ ઘોડા, હાથી, મણિ અને રત્ન, રૂપ, સંપદા, તથા તે સંપદાની પ્રાપ્તિના કારણનું નામ ઋદ્ધિ છે. ત્રણ લોકમાં રહેનારી સર્વ સંપદાઓ તથા દેવ, અસુર અને મનુષ્યભવની સંપ્રાપ્તિના કારણોને પણ જાણે છે; એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. છ દ્રવ્યોનું વિવક્ષિત ભાવે અવસ્થાન અને અવસ્થાનના કારણનું નામ સ્થિતિ છે. દ્રવ્યસ્થિતિ, કર્મસ્થિતિ, કાયસ્થિતિ ભવસ્થિતિ, અને ભાવસ્થિતિ આદિ સ્થિતિને સકારણ જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. ત્રિકાળવિષયક સર્વ પ્રકારના સંયોગ અથવા સમીપતાના
સર્વ ભેદને જાણે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસહિત જીવાદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. શંકા-યુતિ અને બંધમાં શું તફાવત છે?
સમાધાનઃ- એકીભાવનું નામ બંધ છે અને સમીપતા અથવા સંયોગનું નામ યુતિ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com