________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] તે તો વ્યવહારને દૂર ઓળંગી જવા માગતા નથી, તે તો પરાધીનતામાં રહેતાં રહેતાં, સ્વાધીનતા પ્રગટશે એમ માને છે-એ માન્યતા વિપરીત હોવાથી, તેમને નિર્વિકલ્પ દશારૂપ નિશ્ચય ચારિત્ર કદી થાય નહીં. તે કદી પ્રગટે જ નહીં. મિથ્યા માન્યતા સાથે યથાર્થ વ્યવહાર કદી હોતો નથી, તેથી તેને વ્યવહારનો અભાવ થાય નહીં. તેથી તેવો વ્યવહાર કારણ છે તે ભૂતનૈગમનયનું કથન છે. તે ભૂતનૈગમનયનું કથન હોવાથી, વ્યવહારનો અભાવ તે કારણ છે અને તેનો અભાવ થાય ત્યારે વ્યવહારને બહિરંગ કારણ કહેવાય છે. (જુઓ, શ્રી પંચાસ્તિકાય ગા. ૧૬૦, શ્રી જયસેન આચાર્યકૃત ટીકા)
૭. આ ગાથાઓ પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ કહે છે. ત્યાં વ્યવહારનો અભાવ થતાં થતાં નિશ્ચય થાય છે એમ સમજવું. જેમ પ્રથમ બાળકપણું, પછી યુવાનપણું-તેમાં જે જીવ બાળકપણામાં ગુજરી ન જાય તેને યુવાનપણું થતાં બાળકપણાનો અભાવ થાય છે–તેથી બાળકપણું કારણ અને યુવાનપણું કાર્ય–તેની માફક ભૂતનૈગમન પરંપરાએ વ્યવહાર ( અભાવ થતાં) કારણ અને નિશ્ચય કાર્ય એમ સમજવું.
ઉપરના કથનનો સાર (૧) સમ્યગ્દષ્ટિ જીવોને અંશે નિશ્ચય દશા અને અંશે વ્યવહાર દશા એકી
સાથે હોય છે. (૨) તેમાંથી ક્રમે ક્રમે વ્યવહાર દશાનો અભાવ અને નિશ્ચયદશાની વૃદ્ધિ પોત
પોતાના ગુણસ્થાન અનુસાર થયા કરે છે; એ પ્રમાણે પૂર્ણ વીતરાગરૂપ નિશ્ચયદશા બારમા ગુણસ્થાનમાં હોય છે, ત્યાં વ્યવહાર ચારિત્રનો
અભાવ હોય છે; બીજા વ્યવહાર હોય છે તે જુદી વાત છે. (૩) તેમાં જે દશાનો અભાવ થયો તે વર્તમાન અંશ છે એમ ગણી તેને
ભૂતનૈગમનયે વ્યવારસાધન, કારણસાધન-બહિરંગસાધક-નિમિત્તકારણ
કહેવામાં આવે છે. (૪) વ્યવહારદશાનો અંશે પણ અભાવ ન થાય તો નિશ્ચયદશામાં વૃદ્ધિ ન
થાય તેથી વ્યવહાર વિના નિશ્ચય ન થાય એમ કહેવામાં આવે છે પણ
ખરેખર તો વ્યવહારના અભાવથી જ નિશ્ચયદશામાં વૃદ્ધિ થાય છે. (૫) ભૂતનૈગમનયનું જ્ઞાન કરાવવાનું એક પ્રયોજન એ પણ છે કે અનેક
સંપ્રદાયો સાધકદશાની ભૂમિકાથી વિરુદ્ધ-અનેક પ્રકારના વ્યવહારો કહે છે તે યથાર્થ નથી. પણ ભગવાન સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યા પ્રમાણેનો જ વ્યવહાર (નિમિત્તપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com