________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] કેમકે આ લોકની તો શું વાત ! પરલોકમાં પણ તે સુખનો દેવાવાળો છે. અને સમસ્ત દોષોથી રહિત નિર્દોષ છે.
ભાવાર્થ:- વ્યવહારનયરૂપ માર્ગમાં ગમન કરવાથી નાના પ્રકારની ચિંતાઓનો જાદી જાદી જાતનાં કલેશ-કષાય-શોકોનો સામનો કરવો પડે છે. તેમાં દેહ ઇંદ્રિયમન આદિની આવશ્યકતા પડે છે તેથી તે પરાધીન છે. શુભ-અશુભ બન્ને પ્રકારના કર્મ પણ વ્યવહારનયના અવલંબનમાં આવે છે, અત્યંત વિષમ છે, તેને અનુસરનારા પુરુષોને અનેક પ્રકારના ભય અને આશાઓથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયરૂપ માર્ગમાં ગમન કરતાં તે સ્વાધીન છે. તેમાં શરીરાદિકની આવશ્યકતા પડતી નથી. તેના અવલંબનમાં કોઈ પણ પ્રકારનાં કર્મોનો પણ આસ્રવ થતો નથી. તેમાં વિકટ અને ભય તથા આશાજન્ય દુઃખ પણ ભોગવવાનું હોતું નથી. તે વ્યામોહ પણ ઉત્પન્ન કરતો નથી, તે બન્ને લોકમાં સુખ દેવાવાળો અને નિર્દોષ છે. માટે એવા ભયંકર વ્યવહાર માર્ગને છોડી સર્વોત્તમ નિશ્ચય મોક્ષમાર્ગમાં ગમન કરવું જોઈએ. પ.”
૩. એ બરાબર ખ્યાલમાં રાખવું જોઈએ કે સમ્યગ્દષ્ટિ જીવને આંશિક શુદ્ધ પરિણતિ સહિત ઉપર કહ્યો તેવો વ્યવહાર મોક્ષમાર્ગ ગુણસ્થાનક્રમમાં જબરદસ્તીથી પોતાની ભૂમિકા અનુસાર આવ્યા વિના રહેતો નથી તે પ્રત્યે તેને હેયબુદ્ધિ હોય છેવિયોગબુદ્ધિએ અતન્મયપણે હોય છે. તેને તે દૂરથી ઓળંગી જઈને, નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે; બીજા શબ્દોમાં કહીએ તો તેનો તે પરિહાર કરે છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગા. ૫ નીચેની બન્ને આચાર્યોની ટીકા)
૪. તે સમ્યગ્દષ્ટિ જીવ, વ્યવહારનું આલંબન પુરુષાર્થ વધારી છોડે છે અને નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે, ત્યારે તેને તે શાસ્ત્રના નવ અધિકારની ગા. ૧૬-૧૭ લાગુ પડે છે.
તે ગાથાઓનો અર્થ નીચે પ્રમાણે છે
૫. “જે મહાનુભાવ મોક્ષરૂપી સંપત્તિને પ્રાપ્ત થયા-પ્રાપ્ત કરે છે અને કરશે તે સહુએ પ્રથમ વ્યવહારનયનું આલંબન કર્યું હતું; કેમકે વિના કારણ, કાર્ય કદાપિ થઈ શકતું નથી. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનય કાર્ય છે તેથી વિના વ્યવહાર, નિશ્ચય પણ કદાપિ હોઈ શકતો નથી. / ૧૬-૧૭ના
૬. અહીં જે જીવોને હેયબુદ્ધિએ, જે વ્યવહાર માર્ગરૂપ સરાગ ચારિત્ર હતું તેનો તેમણે અભાવ કર્યો ત્યારે વ્યવહારને ભૂતનૈગમનયે કારણ કહ્યું. જેઓ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ માને છે તે તો વ્યવહારનો ત્યાગ કરી શકે નહીં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com