________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ મોક્ષશાસ્ત્ર
નિમિત્ત છે. જીવને ક્ષાયિક ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી સમ્યક્ત્વગુણની પૂરી શુદ્ધિ કઇ અપેક્ષાએ થઈ અને કઈ અપેક્ષાએ થઈ નથી એ આગળ બતાવાઈ ગયું છે. (જુઓ, પારા ૨૧ પ્રશ્ન-૮).
(૯) પ્રશ્ન:- સાત પ્રકૃતિનો
વ્યવહા૨સમ્યગ્દર્શન છે કે નિશ્ચયસમ્યગ્દર્શન છે?
ક્ષય અથવા ઉપશમાદિ થાય તે
ઉત્ત૨:- તે નિશ્ચયસમ્યગ્દર્શન છે.
પ્રશ્ન:- સિદ્ધ ભગવંતોને વ્યવહારસમ્યગ્દર્શન હોય છે કે નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે? ઉત્તર:- સિદ્ધોને નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે.
પ્રશ્ન:- વ્યવહારસમ્યગ્દર્શન અને નિશ્ચયસમ્યગ્દર્શનમાં શું ફેર છે?
ઉત્ત૨:-જીવાદિ નવ તત્ત્વોની તથા સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની વિકલ્પસહિતની શ્રદ્ધા તેને વ્યવહારસમ્યક્ત્વ કહેવામાં આવે છે; જે જીવ તે વિકલ્પનો અભાવ કરી પોતાના શુદ્ધાત્મા તરફ વલણ કરી નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે, તેને પૂર્વે વ્યવહારસમ્યકત્વ હતું એમ કહેવામાં આવે છે. જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ ન કરે તેને તે વ્યવહારાભાસ સમ્યક્ત્વ છે. વ્યવહા૨સમ્યગ્દર્શનનો અભાવ કરીને જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે તેને વ્યવહારસમ્યગ્દર્શન ઉપચારથી (એટલે કે વ્યય તરીકે- અભાવ તરીકે) નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહેવામાં આવે છે.
સમ્યગ્દષ્ટિ જીવને વિપરીત અભિનિવેશરહિત આત્માનું શ્રદ્ધાન છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે; તથા દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહારસમ્યગ્દર્શન છે; એ પ્રમાણે એક કાળમાં સમ્યગ્દષ્ટિને બન્ને સમ્યગ્દર્શન હોય છે. કેટલાક મિથ્યાદષ્ટિનેદ્રવ્યલિંગી મુનિને અને કેટલાક અભવ્ય જીવને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન હોય છે પણ તે આભાસમાત્ર હોય છે; કેમ કે તેમને નિશ્ચયસમ્યક્ત્વ નથી તેથી તેમનું વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસરૂપછે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૩૭]
દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃત્તિની મુખ્યતા છે. જે પ્રવૃત્તિમાં અરિહંતાદિકને દેવાદિક માને, અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહેવામાં આવે છે. તત્ત્વશ્રદ્ધામાં વિચારની મુખ્યતા છે. જે જ્ઞાનમાં જીવાદિ તત્ત્વોને વિચારે છે તેને તત્ત્વશ્રદ્ધાની કહેવામાં આવે છે. એ બન્ને સમજ્યા પછી કોઈ જીવ રાગનો અંશે અભાવ કરી સમ્યકત્વ પ્રગટ કરે છે; તેથી એ બન્ને કોઈ જીવને સમ્યક્ત્વનાં (ઉપચારથી ) કારણ કહેવામાં આવે છે; પરંતુ તેનો સદ્દભાવ મિથ્યાદષ્ટિને પણ સંભવે છે તેથી તેનો વ્યવહાર વ્યવહારાભાસ છે.
[ મોક્ષમાર્ગ–પ્રકાશક, પાનું-૩૩૨ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com