________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧. પિર. ૧]
[ ૧૧૯
ચારિત્ર અને સમ્યક્ત્વ બન્નેનો સમાવેશ (છેડો-ફળ ) સુખગુણમાં અથવા સ્વરૂપલાભમાં જ થાય છે; તેથી ચારિત્ર અને સમ્યક્ત્વનો અર્થ સુખ પણ થઈ શકે છે. જ્યાં સુખ અને વીર્યગુણનો ઉલ્લેખ અનંત ચતુષ્ટયમાં કરે છે ત્યાં તે ગુણોની મુખ્યતા ગણી કહે છે અને બીજાને ગૌણ ગણી કહેતા નથી, તોપણ તેમને તેમાં સંગ્રહિત થયેલ સમજી લેવા જોઈએ કેમકે સુખગુણના તે બન્ને વિશેષાકાર છે. આ કથનથી મોહનીયકર્મ કયા ગુણના ઘાતમાં નિમિત્ત છે તેનો ખુલાસો થઈ જાય છે; તથા વેદનીયનું અઘાતકપણું પણ સિદ્ધ થાય છે કેમકે વેદનીય કોઈને ઘાતવામાં નિમિત્ત નથી, માત્ર ઘાત થયેલ સ્વરૂપનો જીવ જ્યારે અનુભવ કરે ત્યારે નિમિત્તરૂપ છે. [ આ ખુલાસામાં ત્રીજી અને ચોથી શંકાનું સમાધાન આવી ગયું. ]
[આ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે જીવમાં થતાં વિકારભાવ જીવ પોતે કરે છે, ત્યારે કર્મનો ઉદય હાજરૂપે નિમિત્ત છે, પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યુ કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે; તેમ જ જીવ વિકા૨ કરે ત્યારે પુદ્ગલકાર્માણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે–એવો નિમિત્ત
નૈમિત્તિકસંબંધ છે. જીવને વિકા૨ીપણે કર્મ પરિણમાવે અને કર્મને જીવ પરિણમાવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારન છે. ખરી રીતે જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહિ–એમ સમજવું. ગોમ્મટસાર આદિ કર્મશાસ્ત્રોના આ પ્રમાણે અર્થ કરવા તે જ ન્યાયસ૨ છે.]
(૮) પ્રશ્ન:- બંધનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ મોક્ષશાસ્ત્રમાં કહ્યાં છે, અને બીજા આચાર્યો કષાય અને યોગ એ બે જ બતાવે છે; આ રીતે તેઓ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ને કષાયના ભેદ માને છે. કષાય ચારિત્રમોહનીયનો ભેદ છે; તો પછી એમ પ્રતીત થાય છે કે ચારિત્રમોહનીય જ બધાં કર્મોનું કારણ છે, માટે જ્યાંસુધી કષાય વિધમાન છે ત્યાંસુધી કોઈ પણ ગુણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે નહિ, માટે સમ્યગ્દર્શનની પણ પૂર્ણ શુદ્ધિ ત્યાં ન થાય એમ જણાય છે તે બરાબર છે?
ઉત્તર:- કષાયના મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ પેટા-ભાગ છે, પણ તેથી કષાય ' ચારિત્રમોહનીયનો ભેદ છે એમ માનવું બરાબર નથી. મિથ્યાત્વ તે મહા કષાય છે. ‘ કષાય 'ને જ્યારે સામાન્ય અર્થમાં વાપરીએ ત્યારે દર્શનમોહ અને ચારિત્રમોહ બન્નેરૂપ છે, કેમકે કષાયમાં મિથ્યાદર્શનનો સમાવેશ થઈ જાય છે. કષાયને જ્યારે વિશેષ અર્થમાં વાપરીએ ત્યારે તે ચારિત્રમોહનીયનો ભેદ છે. ચારિત્રમોહનીયકર્મ તે બધાં કર્મોનું કારણ નથી, પણ જીવનો મોહભાવ તે સાત અથવા આઠ કર્મોના બંધનું
6
Please inform us of any errors on rajesh@AtmaDharma.com